અનિકેતનું પહેલું રિએકશન
ઇતિ માટે અનિકેતનું બદલાયેલું સ્વરૂપ આશ્ચર્યજનક હતું, આજે એક નાની વાતમાં અનિકેત આમ ઉશ્કેરાઈ કેમ ગયો?
સંજોગો એવા આવતા રહેતા કે દરિયે જવાનો કાર્યક્રમ જલ્દી બની શકતો નહિ. બાકી તે દિવસોમાં તો...
વર્ષોથી રવિવારની સાંજ દરિયાકિનારે સાથે ગાળવાનો ઇતિ અને અનિકેતના કુટુંબનો વણલખ્યો નિયમ બની ગયો હતો, ત્યાં જ જમવાનું, આખો દિવસ મોજમસ્તી અને નિર્ભેળ આનંદ. રવિવારની સાંજે સૂર્ય પશ્ચિમ ક્ષિતિજે ગુલાલના છાંટણા વેરી દરિયામાં અંતિમ ડૂબકી મારી રહ્યો હોય ત્યારે બંનેનાં માતાપિતા વાતોમાં ડૂબેલાં હોય અને બંને બાળકો ઇતિ અને અનિકેત ભીની રેતીમાં ઘર બનાવવાના મહાન કાર્યમાં મશગૂલ હોય.
જોકે ઘર બનાવવાનું કામ તો ઇતિ જ કરતી. અનિકેત તો બાજુમાં બેઠો બેઠો નિરીક્ષણ કરે અને સલાહ-સૂચન આપવાનું કામ કર્યા કરે. ઇતિ હોંશે હોંશે એ સૂચનોનો અમલ કરતી રહે. આમ પણ ઇતિનો તો સ્વભાવ જ એવો. કોઈ ખાસ આગ્રહ વિનાનો, બધાની બધી વાતનો સ્વીકાર. એટલે અનિકેતની દરેક વાતનો સહજ સ્વીકાર થતો. તેની કોઈ પણ વાત દલીલ વિના માનવી એ ઇતિ માટે સહજ હતું. શંખલા, જાત જાતના છીપલાઓની હાર વડે ભીની રેતીમાં ઇતિ ઘરની અંદર કેટલાયે ઓરડાઓ બનાવે.
‘અનિ, આ તારો રૂમ, બાજુમાં આ મારો રૂમ, અહીં આપણે રમવાનું અને
આ આપણું કિચન. આ આપણી આગાશી, આ...’
ઇતિ ઉત્સાહથી અવિરત બોલ્યે જતી અને અચાનક અનિકેત કહેતો,
‘ના, ઇતિ, અહીં આ સારું નથી લાગતું.’ અને મહામહેનતે બનાવેલું એ ઘર એક પળનાય વિલંબ વિના વિખેરાઈ જાય અને અનિકેતની સૂચના પ્રમાણે નવેસરથી ઇતિ ઘર બનાવવામાં વ્યસ્ત થઈ જતી.’
આવી તો અગણિત રવિવારની સાંજ. ઘૂઘવતા દરિયાનાં મોજાં અને ડૂબતા સૂરજની સાક્ષી. ક્યારેક ઇતિ કહેતી, ‘અને, તુંય અહીં મારી બાજુમાં બીજું ઘર બનાવને.’ નાનકડો અનિકેત તરત કહેતો, ‘ના, હું શું કામ જુદું ઘર બનાવું? હું તો તારા ઘરમાં જ રહીશ.’
કાળદેવતાને આ બાળકો પર કદાચ વહાલ તો ઊપજતું હશે, પરંતુ તેણે તો તેના હિસાબકિતાબ સાક્ષી ભાવે જ પતાવવાના રહ્યાને? અને તેના હિસાબકિતાબ ક્યારેય કોઈને ગમ્યા છે? દિવસો હરખભેર દોડયે જતા હતા. બંનેની મસ્તી, દોસ્તી એક નવી ઊંચાઈ સાથે નખિરતી રહેતી અને તેમનું શૈશવ સાથે વીત્યું અને કિશોરાવસ્થા પણ સાથે જ. સ્કૂલે સાથે આવવા-જવાનો ક્રમ ક્યારેય તૂટ્યો નહિ. અનિકેત સાથે હોય એટલે ઇતિનાં મમ્મી, પપ્પાને કોઈ ચિંતા હોય જ નહિ.
સામાન્ય રીતે અનિકેત સ્કૂલમાં ઓછાબોલો અને શાંત ગણાતો હતો, પરંતુ તે દિવસે... તે દિવસે સાવ નાની વાતમાં તે મલય સાથે ઉશ્કેરાઈને ઝઘડી પડ્યો. વાત બોલાચાલીથી થઈ હતી અને જો શિક્ષક સમયસર વચ્ચે પડ્યા ન હોત તો કદાચ મારામારી સુધી પહોંચી જાત. આજે મલય અનિકેતના હાથનો માર ચોક્કસ ખાત. ઇતિ માટે અનિકેતનું આ સ્વરૂપ બહુ નવું, આશ્ચર્યજનક હતું. તેને સમજાયું નહિ. આજે આવી નાની વાતમાં અનિકેત આમ ઉશ્કેરાઈ કેમ ગયો?
વાત પણ ક્યાં બહુ મોટી હતી? દસ વર્ષના ઇતિ અને અનિકેત પાંચમાં ધોરણમાં ભણતાં હતાં. તેમની સ્કૂલમાં ટીખળી છોકરાઓ અવારનવાર છોકરીઓની મસ્તી કરતા રહેતા અને છોકરીઓ સામાન્ય રીતે તેને હસવામાં ટાળી દેતી. અવારનવાર આવું ચાલતું રહેતું. આજે મલયે ઇતિની મશ્કરી કરી ત્યારે અનિકેત ત્યાં જ હતો. અને બસ... અનિકેતનો પારો સાતમા આસમાને.
ઇતિના લાખ વારવા છતાં અનિકેત કંઈ સાંભળવા તૈયાર જ ક્યાં હતો? સાંજે સ્કૂલ પૂરી થયા બાદ સાથે ઘેર જતી વખતે ઇતિએ અનિકેતને પૂછ્યું પણ ખરું. ‘અનિ, આજે કેમ આટલો બધો?’ અનિકેત મૌન રહ્યો. જવાબ આપ્યા સિવાય તેણે એક નજર ઇતિ સામે નાખી. ઇતિએ હવે આગળ પૂછવાનું માંડી વાળ્યું અને વાત ત્યાં પૂરી થઈ હતી, પણ તે દિવસ પછી ઇતિની મસ્તી કરવાનું છોકરાઓ ભૂલી ગયા હતા. જોકે અનિકેતનું નામ ઇતિના બોડીગાર્ડ તરીકે પડી ગયું હતું. એ અલગ વાત હતી, પરંતુ અનિકેતને એવી પરવા ક્યાં હતી?
સ્મૃતિઓનાં પાનાં ફરફર કરતાં ઊડી રહ્યાં હતાં. ઇતિની નજર સામે એક પછી એક દ્રશ્યો જાણે ઊઘડતાં જતાં હતાં. જાણે આજે જ આ ક્ષણે બધું બની રહ્યું હતું. ક્યાં છે ઇતિનો એ બોડીગાર્ડ આજે? કાળની કઈ ગુફામાં ખોવાઈ ગયો? એ બોડીગાર્ડનું નામ અરૂપ કેમ કરતા અને ક્યારે થઈ ગયું? અરૂપ...
કાળ કરવટ લે છે ત્યારે સમય નથી બદલાતો. બદલાય છે જીવન.. ઇતિનું પણ જીવન બદલાયું હતું.
ક્રમશ:

0 comments: