કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

ગુરુવાર, 29 માર્ચ, 2012

ભગવાનને એક સવાલ....

Posted by Unknown on 7:59:00 PM

પ્રિય મિત્ર ભગવાન,

જય ભારત સાથ જણાવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દૂર
આવેલી એક સરકારી શાળાના ૭ માં ધોરણમાં ભણુ
છું.મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે અને
મારી માં રોજ બીજાનાં ઘરકામ કરવા જાય છે.'હું શું કામ
ભણું છું' એની મારા માં-બાપને ખબર નથી.કદાચ શિષ્યવૃતિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા માં-બાપ મને રોજ નિશાળે ધકેલે છે.ભગવાન,બે-ચાર સવાલો પૂછવા માટે મેં તને પત્ર લખ્યો છે.મારા સાહેબે કિધુ'તુ કે તુ
સાચી વાત જરૂર સાંભળે છે…!

પ્રશ્ન -૧ . હું રોજ સાંજે તારા મંદિરે આવું છું અને નિયમિત
સવારે નિશાળે જાવ છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણનું મંદિરને એ.સી. છેઅને મારી નિશાળમાં ઉપર છાપરુ'ય કેમ નથી…દર ચોમાસે પાણી ટપકે છે,આ મને સમજાતુ નથી…!

પ્રશ્ન -૨ . તને રોજ ૩૨ ભાતનાં પકવાન પીરસાય છે ને તું તો
ખાતો'ય નથી…અને હું દરરોજ બપોરે મધ્યાહ્મભોજનના એક મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું…! આવું કેમ…?

પ્રશ્ન -૩ . મારી નાની બેનનાં ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુ'ય મારતું નથી અને તારા પચરંગી નવા નવાં વાઘા…!સાચું કહું ભગવાન હું રોજ તને નહી, તારા કપડા જોવા આવું છું…!

પ્રશ્ન -૪ . તારા પ્રસંગે લાખો માણસો મંદિરે સમાતા નથી અને
૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટે જ્યારે હું બે મહિનાથી મહેનત કરેલું દેશભક્તિગીત રજું કરુ છું ત્યારે,સામે હોય છે માત્ર
મારા શિક્ષકો…ને બાળકો…હે ઈશ્વર તારા મંદિરે જે સમાતા નથી ઈ બધાય "મારા મંદિરે" કેમ ડોકાતા નથી…!

Following one is the best one
:---------------------------------:
પ્રશ્ન -૫ . તને ખોટુ લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક
ફાઇવસ્ટાર હોટલ જેવું મંદિર છે'ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે.પ્રભુ ! મેં સાભળ્યું છે કે તું તો અમારી બનાવેલી મૂર્તિ છો,તો'ય આવી જલજલાટ છો અને અમે તો તારી બનાવેલી મૂર્તિ છીએ,તો'ય આમારા ચહેરા ઉપર નૂર કેમ નથી…?

Kindly Bookmark and Share it:

2 comments:

બાંટવા વારા on શુક્રવાર, મે 04, 2018 2:52:00 PM કહ્યું...

દીકરા તુ હમણાં નાનો છે
જ્યારે તુ મોટો થઈશ તો તારી વિચાર શક્તિ ના લીધે બધુ સમઝી જઈસ કે પડીંતો ધર્મ ના નામે કેવી રમત રમી રહ્યા છે

patroclussadeghi on શનિવાર, માર્ચ 05, 2022 8:15:00 AM કહ્યું...

Harrah's Resort Southern California - KARTV
Harrah's Resort Southern California features deluxe accommodations, fine dining, a wide variety of entertainment attractions and 전라북도 출장샵 shopping. Rating: 8.4/10 · ‎842 reviews · 수원 출장샵 ‎Price range: $111 per 화성 출장안마 night (Latest starting price 서울특별 출장마사지 for this hotel)Does Harrah's 군산 출장안마 Resort Southern California have a hot tub for its guests?What are the cleanliness and hygiene measures currently in place at Harrah's Resort Southern California?

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks