કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 6 જુલાઈ, 2011

ફેસબુક ના ગુજરાતી ગ્રુપો

Posted by Unknown on 2:04:00 PM
 મિત્રો એવા કેટલાય ગ્રુપો છે જે ગુજરાતી ના સાહિત્ય ને આગળ લાવ વા માટે પ્રયત્નો કરે છે તો જોડવ આવાજ મજેદાર ગ્રુપો ને અને ગુજરાતી ને આગળ લાવ વા માટે ભાગીદાર બનો
               


*********** કેટલાક મજેદાર ગ્રુપો***********
 ૧)  અમને ગર્વ છે અમે ગુજરતિ ઓ છિએ.

૨)ગુજરાતીઓ નુ ગૌરવ
કેમ છો મિત્રો?

અહીં પ્રેમ કેરો સાદ છે                                         
પ્રભુજીનો પ્રસાદ છે
ને પ્રકૃતિનો વરસાદ છે!
બોસ આ ગુજરાત છે!


અહીં નર્મદાના નીર છે
માખણ અને પનીર છે
ને ઉજળું તકદીર છે!
યસ, આ ગુજરાત છે!

અહીં ગરબા-રાસ છે
વળી જ્ઞાનનો ઉજાસ છે
ને સોનેરી પરભાત છે!
અલ્યા, આ ગુજરાત છે!

અહીં ભોજનમા ખીર છે
સંસ્કારમા ખમીર છે
ને પ્રજા શુરવીર છે!
કેવું આ ગુજરાત છે!

અહીં વિકાસની વાત છે
સાધુઓ ની જમાત છે
ને સઘળી નાત-જાત છે!
યાર, આ ગુજરાત છે!

અહીં પર્વોનો પ્રાસ છે
તીર્થો તણો પ્રવાસ છે
શૌર્યનો સહવાસ છે
ને ગાંધી તણો વારસો છે!
દોસ્ત, આ ગુજરાત છે!


બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને 1960 ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્‍વમાં આવ્‍યું.
ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે.
સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્‍થા ‘અટિરા‘ ગુજરાતમાં છે.
ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે.
સિમેન્‍ટ ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતું છે.
ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે.
ચૂનાનો પથ્‍થર ગુજરાતમાં લગભગ દરેક સ્‍થળે મળી આવે છે.
આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે.
બોકસાઇટનું સૌથી વધુ ઉત્‍પાદન ગુજરાત કરે છે.
સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્‍યાત છે.
ભારતના મુખ્‍ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્‍છનો અખાત ગુજરાતમાં છે.
હડપ્‍પા સંસ્‍કૃતિને મળતા અવશેષ અહીં લોથલ અને રંગપુરમાં મળે છે.
ગુજરાતી રાસ, ગરબા અને દુહાનું વિશિષ્‍ટ સાંસ્‍કૃતિક મહત્‍વ છે.
ભારતના ભાગ્‍યવિધાતા મહાત્‍મા ગાંધીની જન્‍મભૂમિ ગુજરાત છે.
‘ગુજરાત સ્‍ટેટ ફર્ટિલાઇઝર‘ ખાતરનું મોટું કારખાનું ગુજરાતમાં છે.
ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે.
ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં વધારે બંદરો ગુજરાતમાં છે.
અંકલેશ્વરથી કચ્‍છ સુધીના પ્રદેશમાં કુદરતી તેલ-ગેસ ગુજરાતમાંથી મળ્યા છે.
ભારતમાં ચોક અને ચૂનાના પથ્‍થરનું ઉત્‍પાદન ફક્ત ગુજરાતમાં થાય છે.
સોડાએશના ભારતના ઉત્‍પાદનના 95 ટકા ગુજરાતમાં ઉત્‍પન્‍ન થાય છે.
મહાત્‍મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્‍વતી જેવાં નરરત્‍નો ગુજરાતે આપ્‍યાં છે.
સહેલાણીઓના સ્‍વર્ગ સમું ‘નળ સરોવર‘ દુનિયાભરનાં પક્ષીઓને આકર્ષે છે.
ખાદ્યતેલ (સીંગતેલ)ના ઉત્‍પાદનમાં ગુજરાત મોખરે છે.
કૃષ્‍ણની દ્વારકાનગરી અને આદ્ય શંકરાચાર્ય સ્‍થાપિત ચાર મઠો પૈકીનો એક શારદાપીઠ ગુજરાતમાં દ્વારકા ખાતે છે.
સ્‍વામીનારાયરણ ધર્મના સ્‍થાપક સ્‍વાહી સહજાનંદની કર્મભૂમિ ગુજરાત છે.
વ્‍યાપારી અને વ્‍યવહારુ ગુજરાતી વિશ્વના દરેક દેશમાં મળે છે.
ગતસૈકાઓમાં બનાવાયેલી પથ્‍થરની વાવનું પ્રમાણ ગુજરાતમાં વિશેષ છે.
અમદાવાદમાં આવેલા ‘ઝુલતા મિનારા‘ ઉત્‍કૃષ્‍ટ શિલ્‍પસ્‍થાપત્‍યનો નમૂનો છે.
શત્રુંજ્ય પર્વત પર અંદાજે 980 નાનાં મોટાં જૈન મંદિરો ધરાવતું સ્‍થળ પાલિતાણા ગુજરાતમાં છે.
પાટણના પાદરે ખોદી કાઢવામાં આવેલી અખંડિત ઐતિહાસિક ‘રાણકી વાવ‘ જોવા જેવી છે.



આ ગૃપ હેતુ માત્ર ગુજરાતી ભાષાનો પ્રચાર નો જ નથી,
દરેક મિત્રો ને કાઈ ને કાઈ નવુ જાણવા મળે એનો છે,
માટે તમારા મિત્રો ને આ ગૃપ મા એડ કરવા નમ્ર વિનંતી છે
સાથે સાથે તમારા જ્ઞાન ને અહી પોસ્ટ કરવા વિનંતી.... જય શ્રી કૃષ્ણ...
ખિમપાલ માહેશ્વરી....

Kindly Bookmark and Share it:

2 comments:

અજ્ઞાત કહ્યું...
આ ટિપ્પણી બ્લૉગ વ્યવસ્થાપક દ્વારા દૂર કરવામાં આવી છે.
અજ્ઞાત કહ્યું...

saras,mari dafol university ne ahi past karva badal aabhaar

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks