કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

શનિવાર, 31 માર્ચ, 2012

ગુજરાતી શાયરિ -૧

Posted by Unknown on 5:11:00 PM
*************મિત્રો આ બ્લોગ ને લાઇક કરો અને તમારા મિત્રો સુધિ પોહચાડો******************
-------------------------------------------------------------------------------------
ખબર નહતી મને આભ પણ આટલુ કાળુ મળશે,

મૃત્યુના દરવાજે પહોચીશુ ને ત્યાં પણ તાળુ મળશે,

હ્રદય મારુ તો સર્જ્યુ પ્રભુ એ સૌને ચાહવા માટે,

ખબર નહતી મને અંદરથી આટલુ ઠાલુ મળશે.!!!

---------------------------------------------------------------------------------------
Aasu ki bunde he ya ankho me nami he.
Na upar aasma he na niche zami he.
Ye kaisa mod he zindagi ka,
"Unki" hi zarurat he aur "Unki" hi kami he..!

--------------------------------------------------------------------------------------


સાચને પડખે રહી ઝૂઝતા આપણે પળવાર પણ ખસવું નથી

સંકટો-દુઃખો પધારો સ્વાગતમ લેશ પણ આ માર્ગ થી ચસવું નથી

મર્દની મોકાણમાં જાવું ભલે કાયરો ની જાન માં ચડવું નથી
...
મોતની મુસ્કાન મીઠી માણશું જીંદગીમાં જીવવા રડવું નથી

પ્રાણ મારા એકલા આગે બધો આજ બોલો ‘ના હવે ડરવું નથી

જંપ ક્યાં છે? ચેન ક્યાં છે? દંભ ના દંગલો તોડ્યા વિના ડરવું નથી સાચને પડખે પરાજય હો ભલે તે છતાં પાછુ હવે ફરવું નથી.

--------------------------------------------------------------------------------------
હજી પણ એમને ખાના ખરાબી ની ખબર ક્યા છે,
હજી પણ અમને પુછી રહ્યા છે કે તારુ ઘર ક્યા છે.

મને પણ કોઇ શક પહેલી નજર ના પ્રેમ પર ક્યા છે,
મગર મારા તરફ એની હવે પહેલા જેવી નજર ક્યા છે.
...
મળી લઈએ હવે આવે સુખદ અંજામ ઉલ્ફત નો,
તને મારી ફીકર ક્યા છે, મને તારી ફીકર ક્યા છે.

બીછાવ્યા તો નથી એમાય કાંટા કોઇયે “બેફામ”
મરણ પહેલા જરા હુ જોઇ લઊ મારી કબર ક્યા છે
------------------------------------------------------------------------------------
સમ્રાટ ને જોવા કિનારા ની જરૂર પડે છે

દિવસ ને જોવા રાત્રી ની જરૂર પડે છે

દોસ્તી કરવા માટે દિલ ની નહિ પરંતુ

બે આત્માઓ વચ્ચેના વિશ્વાસ ની જરૂર પડે છે .
----------------------------------------------------------------
અમે તો ફક્ત મિત્રતા માંગી હતી, ઍમા પણ આના-કાની
કરો છો, તમે તો નફરત પણ ઍવી રીતે કરો છો, કે જાણે, મહેરબાની કરો છો!!!

-----------------------------------------------------------------
જિંદગી મળવી એ નસીબ ની વાત છે,
મૃત્યુ મળવું એ સમય ની વાત છે,
પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રેહવું,
એ જિંદગી માં કરેલા કર્મ ની વાત છે…............................
-------------------------------------------------------------------
કોઇ કરતુ હોય પ્રેમ તમને તો સ્વીકારી લેજો
તુટે નહી કોઇનુ દિલ તેની કાળજી લેજો,
સવાર્થી માણસો તો બહુ મળશે જીવન માં
પણ સાચા પ્રેમ ને પારખી લેજો.
-------------------------------------------------------------------
બેઠો હતો સાગર કિનારે કે......
એક લહેર મને ભીંજવી ગઈ
ક્યારેય નહોતું વિચાર્યું હું કિસ્મત વાળો છું કે....
ઈ લહેર મારા પર " પ્રેમ " ની મહેર કરી ગઈ...

-------------------------------------------------------------------

સિર્ફ ઇતના હી કહા હૈ, પ્યાર હૈ તુમસે,
જઝ્બાતો કી કોઈ નુમાઈશ નહિ કી,
પ્યાર કે બદલે સિર્ફ પ્યાર માંગા હૈ,
રિશ્તે કી તો કોઈ ગુઝારીશ નહિ કી,
ચાહો તો ભૂલા દેના હંમે દિલ સે,
...સદા યાદ રાખને કી સિફારિશ નહિ કી,
ખામોશી સે તુફાન સહે લેતે હૈ જો,
ઔર ઉન બાદલો ને ઈઝહાર કી બારીશ નહિ કી,
તુમ્હે હી માના હૈ રહેનૂમાં અપના,
ઔર તો કિસી ચીઝ કી ખ્વાહીશ નહિ કી,
-------------------------------------------------------------------
શ્વાસ માં તમારા સુવાસ ફુલોની આવે છે,
તમે આવો ત્યારે પગલે પગલે બહાર આવે છે,
તમારી કઇ હરકત કઇ શરારત ને વખાણું,
તમારી દરેક અદા પર મને પ્યાર આવે છે,
જીદગી ની સફર માં જોયા છે મે ઘણાં જ ચહેરા,
...પણ યાદ માત્ર એક તમારો જ ચહેરો આવે છે,
રહેવા દો વાત મિલન ની, અમને ખબર છે,
નસીબ માં અમારા ફક્ત ઇંન્તજાર આવે છે.
---------------------------------------------------------------------
એક પથ્થર જેવું હતું હ્રદય ને ફૂલો જેવું મુખ હતું,

એ મારો પહેલો પ્રેમ હતો એ મારું પહેલું સુખ હતું!

ઉંમર હતી આકર્ષણની ને જીવન ગાંડુંતૂર હતું,
...
ગમતાં સપનાં રોજ ઊગે ને ઊર્મિઓનું પૂર હતું!

નામ બધાએ મિત્રોમાં આ બંદાનું મશહૂર હતું,

બસ એની યાદો પાસે મારી બાકી સઘળું દૂર હતું!

હથેળીઓ પર સદા લખેલું એનું વહાલું નામ હતું,

ના પોતાનું સરનામું નહીં ઘેલાનું કોઈ નામ હતું!

પ્રેમમાં આખું જીવન એવું મઘમઘમતું ચકચૂર હતું,

એની આંખો મારું ઘર ને મારું એક જ ગામ હતું!
------------------------------------------------
સુખ હોય કે દુખ, પણ જીવવા માં મજા છે,
કોઈકે દીધેલ દર્દને સહેવામાં પણ મજા છે
મારુતો ગણિત છે બધાથી અલગ,
પામવા કરતા જતું કરવામાં મજા છે...
------------------------------------------------
અમે ઝીન્દંગી સવારી ને બેઠા. |
તમે આવસો એવુ વિચારી ને બેઠા. |
ફક્ત તમારા એક દિલ ને જીતવા,a |
અમે આખો સંસાર હારી ને બેઠા.
--------------------------------------------------
અરીસા તોડવા, શોખ એમનો હતો
મુક્યું મેં મારું દિલ મારી ભૂલ હતી..!!
-------------------------------------------------
કોન થા અપના કીસ પે ઈનાયત કરતે
હમારી તો હસરત થી વો ભી મુહોબ્બત કરતે
સમજાહી નહી દીલ કો મેરે
વરના ઊનસે પ્યાર નહી ઊનકી" ઈબાદત" હમ કરતે,,,,,,,
--------------------------------------------------
પ્રેમ સાચો હોય તો સમય પણ રોકાઈ જાય છે,
આકાશ લાખ ઊંચું હોય તો પણ ઝુકી જાય છે,
પ્રેમ માં દુનિયા લાખ બને અડચણ,
પણ હમસફર જો સાચો હોય તો ખુદા પણ ઝુકી જાય છે...
-------------------------------------------------

As Request By User

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks