અરૂપ કહે તેમ કરવાનું
સાસરામાં અરૂપને ગમે તેમ જ કરવાનું હોય, તેને ગમે તે પહેરવાનું, તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની, તે હસે તો જ હસવાનું...
પોતાને પણ એની જાણ ક્યાં થઈ શકી હતી? પોતે આટલી બેપરવાહ તો ક્યારેય નહોતી. અનિકેત વિના ઇતિ આટલાં વરસો, એક નાનકડી વાત પણ પોતે અનિકેતને પૂછ્યા સિવાય ક્યારેય કરી હતી? ઇતિની બધી જવાબદારી અનિકેતની હતી.
ઇતિ તો ક્યારેય કંઈ વિચારતી જ નહિ. બિનધાસ્ત, બસ અનિકેત કહે તે આંખ મીંચીને કરવાનું, સ્વીકારવાનું અને આવડો મોટો નિર્ણય તેણે એકલીએ લઈ લીધો હતો? એક ઋણાનુબંધ આમ અડધેથી છુટી ગયો હતો અને કોઈ અન્ય ઋણાનુંબંધ જોડાઈ ગયો હતો? એ સિવાય આવું બની જ કેમ શકે? ઋણાનુબંધ, મન મનાવવાનું કોઈ સબળ કારણ કે બીજું કશું?
પોતાની એક એક ક્ષણના સાથીદારથી આમ અચાનક જીવનભર છુટી પડી ગઈ? ક્યારે? કેમ? આટલાં વરસે જાણ થઈ? કે પછી અંતરના કોઈ ખૂણામાં સતત જલતા રહેલા આ ધૂપની સુવાસથી તે જાણ્યા છતાં અજાણ બની રહી હતી?
આજે એક ફોન, અનિકેત નામનો એક ઉચ્ચાર અને તે ક્યા તાણાવાણામાં અટવાઈ ગઈ છે? અતીતના ક્યા જાળાંઓમાં ગૂંથાઈ રહી છે? ઇતિએ જોશથી માથું ધૂણાવ્યું. જાણે મનમાંથી બધા વિચારો એક ઝાટકે ખંખેરી નાખવા માગતી ન હોય, પણ એમ માથું ધૂણાવવાથી વિચારો ખંખેરી શકાતા હોત તો માણસ સહેલાઈથી સુખી થઈ શકત, પણ માનવી તો અટવાતો રહે છે, મનની ભુલભુલામણીમાં અને ઘણી વાર એ ભુલભુલામણી છે તેની નથી જાણ થતી કે નથી જીવનભર તેમાંથી બહાર નીકળાતું.
ઇતિ પણ ક્યાં નીકળી શકી હતી? તેને તો પોતે ભુલભુલામણીમાં ફરતી હતી કે કેમ તેની પણ ક્યાં જાણ હતી?
અતીતના ચલચિત્રની શરૂ થયેલી પટ્ટી ફરતી રહી. પ્રોમિસ આપ્યાના બીજે દિવસે સ્કૂલમાં અનિકેતના નાસ્તાના ડબામાંથી સેવમમરા ખાતાં ઇતિએ પૂછ્યું.
તને તો સેવમમરા નથી ભાવતા તો કેમ લાવ્યો છે?’ ‘તને બહુ ભાવે છેને એટલે.’
‘અને તું આ ચીક્કી કેમ લાવી? તને ક્યાં ભાવે છે?’
‘તને ભાવે છે એટલે?’ ખડખડાટ હસી ઇતિએ જવાબ આપ્યો હતો. ‘અને સાંજે તારે દાખલા શીખવાડવાના છે યાદ છેને?’
‘ના, રે, આજે સાંજે અમે છોકરાંઓ ક્રિકેટ રમવાના છીએ, દાખલા કાલે.’
‘એ હું કંઈ ન જાણું. આજે તારે મને દાખલા કરાવવાના છે બસ. તને એક વાર કહી દીધું.’
‘લો, કહી દીધું. જાણે મહારાણી સાહેબાનો હુકમ.’
‘હા. હુકમ તો હું હંમેશાં તારી ઉપર ચલાવવાની, શું સમજયો?’
‘હંમેશાં?’
‘હા, હંમેશાં.’ બેધ્યાન ઇતિ બોલી.
‘જા, જા, તારા લગ્ન થશે એટલે તું તો સાસરે જવાની. છોકરીઓને સાસરે જવાનું હોય છે.’ અનિકેતે તેનું જ્ઞાન પ્રદર્શિત કરતા કહ્યું.
‘પણ હું તો સાસરે જ નહિ જાઉં.’
‘બધી છોકરીઓ એમ જ બોલે. મારી બેન એમ જ બોલે છે, પણ હમણાં લગ્ન થશે એટલે એય સાસરે જશે.’
અનિકેતની બહેનની સગાઈ થઈ ગઈ હતી અને હવે લગ્ન આવતા હતા તેથી અનિકેતને એટલી પાક્કી જાણ હતી કે છોકરીઓએ જ સાસરે જવાનું હોય. તેનું જનરલ નોલેજ તેને આજે કામમાં આવ્યું.
ઇતિ થોડી ગંભીર બની. ‘હેં અનિ, બધી છોકરીઓએ સાસરે જવું પડે?’
‘હા. છોકરીઓએ જવું પડે.’
‘છોકરાઓએ કેમ ન જવું પડે?’
‘છોકરાઓ સાસરે ન જાય. ખાલી છોકરીઓ જ જાય.’
‘પણ એવું કેમ?’
‘મમ્મીને પૂછી જોશું.’
‘મારી મમ્મી પણ મને ઘણી વાર કહેતી હોય છે.’ સાસરે જઈશ એટલે ખબર પડશે.’ હેં અનિ, સાસરું કેવું હોય?’
‘મેં થોડું સાસરું જોયું છે?’
‘મમ્મી કે’તી તી કે બધી છોકરી મોટી થાય એટલે સાસરે જાય અને સાસરે કંઈ મમ્મી ન હોય, પણ અનિ મને તો મમ્મી વિના ન ગમે. મારેય સાસરે જવું પડશે?’ રડમસ ઇતિ બોલી.
‘હા, એ વાત સાચી. મમ્મી વિના તો કોઈને ન ગમે. આપણે મમ્મીને પૂછીશું. તું સાસરે ન જાય તો ન ચાલે?’
‘અને મમ્મી કહેતી હતી કે સાસરે મરજી પડે તેમ ન કરાય, ત્યાં સાસુ હોય અને સાસુ કહે તેમ કરવું પડે.’
‘ના, ના, સાસુ નહિ અરૂપ કહે તેમ. સાસરે સાસુ તો ન હોય તેવું પણ બને. પોતાને ક્યાં હતી? પણ સાસરે અરૂપ જરૂર હોય. એ કહે તેમ કરવાનું હોય. તેને ગમે તે પહેરવાનું. તેને ગમે તેવી અને તેટલી જ વાતો કરવાની.
ઇતિ કેટલી સમજદાર થઈ ગઈ હતી. વર્તમાન અને અતીતના તાણાવાણા સાથે ગૂંથાતા હતા કે શું? પોતે ક્યાં હતી? બંને વચ્ચે ફંગોળાતી હતી કે શું?
ક્રમશ:

0 comments: