પ્રેમની છે બાદબાકી જીવનમાં,
વેદનાના થાય છે સતત સરવાળા,
કોઇ નથી જે કરે દુખનો ભાગાકાર,
છે બધા તેનો ગુણાકાર કરવાવાળા,
ખુલતી નથી બધી ચાવીઓ અજમાવી લીધી,
નસીબને લાગી ગયા છે કંઇક ઍવા તાળા,
થઇ ગયા છે ખુબ જ દુર એ મારાથી,
કાલ સુધી જે હતા મારી પાસે રહેનારા,
કેમ ભરાશ ઝખ્મૉ હદયના જે આપ્યા છે એમણે,
જે હતા ક્યારેક મારા ઘાવને ભરનારા,
આંખોમા સપના આંજી મને હસાવનારા,
ક્યાં હતી ખબર કે એ જ હશે રડાવનારા,
યાદ કરુ છુ પલેપલ કહેતા હતા જેઓ,
છે મને આજે એજ ભુલી જનારા,
દાવો કરતા હતા જીદગીભર પ્રેમ આપવાનો,
પ્રેમની રાહમાં એકલો છોડી જનારા,
મળી જશે રસ્તામાં ક્યારેક તો પુછી લઈશ
શું વાંક હતો મારો? મને સજા આપનારા!!!!!
કરવાનું શું ને આ શું કરી રહ્યો છે?
તૂટેલ તુંબડીથી સાગર તરી રહ્યો છે?
મુશાયરાના દિવસો વેઢે ગણી ગણીને
ધંધો મૂકીને ‘મામો’ ગઝલો લખી રહ્યો છે.
રવિવાર, 16 જાન્યુઆરી, 2011
Related Posts: shayri
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 comments: