વ્રતનો છેલ્લો દિવસ
આરતી પૂરી થતાં ઇતિ પૂરી શ્રદ્ધાથી મંદિરની પ્રદક્ષિણા કરી રહી હતી, જાણે એક નાનકડી દુલ્હન ચોરીના ફેરા ફરી રહી હતી.
પણ એ દિવસો હવે ક્યાં? હવે એવો કોઈ ડર રાખવાની જરૂર જ નથી. હવે તો ખુલ્લી આંખમાં દેખાતી વાતો, પ્રશ્નો પણ ક્યાં કોઈ જોઈ શકે છે?
અને ફ્રેમમાં બીજું ર્દશ્ય ‘હાજિર હૂં.’ કરતાં દોડીને પોતાની હાજરી પુરાવવા ગોઠવાઈ ગયું. વ્રતનો છેલ્લો દિવસ હતો. ઇતિને મંદિરે પૂજા કરવા જવાનું હતું. તેની મમ્મીને આગલા દિવસથી થોડું તાવ જેવું હતું. છતાં તેણે ઇતિને તૈયાર કરી. નાનકડી ઇતિ સરસ મજાના મરૂન કલરના ચણિયા ચોળી, માથા ઉપર ટીપકીવાળી ચમકતી ઓઢણી, હાથમાં મેચિંગ બંગડીઓનો ઝૂંડો, પગમાં ખનકતાં ઝાંઝર, કપાળે સુંદર ચાંદલો, માથાથી કપાળ સુધી લટકતો નાનકડો ટીકો, ગળામાં શોભી ઊઠતો મરૂન નેકલેસ, કાનમાં લટકતાં ઝુમ્મર અને હાથમાં પૂજાની થાળી.
દીકરીને શણગારી તો ખરી, પણ હવે ઇતિની મમ્મીને તાવ સાથે ઠંડી ચઢી હતી. ઇતિ સાથે જવું કેમ? ઘરમાં બીજું કોઈ નહોતું, જે તેની સાથે જઈ શકે. ત્યાં અનિકેતનાં મમ્મી ‘કેમ છે?’ એમ પૂછવા આવ્યાં અને બધું સમજી ગયાં. તેમણે તુરત ઇતિની મમ્મીને કહ્યું, ‘તમે ચિંતા ન કરો... હું ઇતિને લઈને મંદિરે જાઉં છું. તમારી પૂજામાં કોઈ ચોક્કસ વિધિ કરાવવાની હોય તો મને કહો... મને કદાચ કંઈ ખબર ન પડે.’
‘ના રે, સુલભાબહેન ત્યાં મંદિરે ગોર મહારાજ હશે જ, એ કહે તેમ કરવાનું છે. મારાથી તો...’ વચ્ચે જ સુલભાબહેન બોલ્યાં. ‘તમે શાંતિથી આરામ કરો. ઇતિ મારી પણ દીકરી જ છેને? એ બહાને અમે મા-દીકરો પણ મંદિરે દર્શન કરી આવીશું.’ અને સુલભાબહેન નાનકડા ઇતિ અને અનિકેતને સાથે લઈ મંદિરે ચાલ્યાં. રોજની ચંચળ ઇતિ આજે શાંત હતી. અનિકેત ઇતિની મસ્તી કરવાનું ચૂકયો નહોતો.
‘ઇતિ, આજે તું તારી પેલી ઢીંગલી છેને... તેના જેવી લાગે છે.’ઇતિએ અનિકેત સામે જોયું, પરંતુ કશું બોલી નહિ. અનિકેતને ચાનક પડી. તેણે ઇતિને વધારે ચીડવી.‘અને સાડી પહેરી છે તેમાં રોફ મારે છે. કંઈ બોલતી નથી.’
‘મારી સાડી ઢીલી થઈ ગઈ છે. મારાથી સરખું ચલાતું નથી.’
એક હાથે સાડી પકડી ધીમે ધીમે ચાલતી ઇતિ રડમસ અવાજે બોલી ઊઠી હતી. અનિકેત ખડખડાટ હસી પડ્યો. અતિ મોઢું ફૂલાવી ચાલતી રહી. સુલભાબહેન પુત્રને ખીજાયાં અને ઇતિને પ્રેમથી કહ્યું, ‘બેટા, હમણાં મંદિરે પહોંચી સાડી સરખી કરી આપું હોં.’
ઇતિએ અનિકેત સામે જોઈ જીભડો કાઢ્યો. અનિકેતે ઇતિ સામે હાથ ઉગામ્યો. જવાબમાં ઇતિએ પોતાને અંગૂઠો બતાવ્યો અને પછી હંમેશની માફક બંને ખડખડાટ હસી પડ્યાં. આ ક્ષણે પણ ઇતિનો અંગૂઠો બંધ આંખે અનાયાસે ઊંચો થઈ ગયો. જાણે અનિકેતને ડીંગો બતાવી રહી. ગોર મહારાજ એકી સાથે કેટલીયે છોકરીઓને પૂજા કરાવતાં હતાં. ઇતિ પણ તેમાં સામેલ થઈ હતી.
અનિકેત અને તેની મમ્મી બાજુમાં ઊભાં હતાં. સાત વરસનો અનિકેત રસપૂર્વક કૂતુહલથી બધું નીરખી રહ્યો હતો. નાનકડી ઇતિ પરમ શ્રદ્ધાથી ગોર મહારાજ કહે તે મુજબ નાગરવેલનાં લીલાંછમ પાન પાથરી તેમાં એક પછી એક વસ્તુ ગોઠવતી હતી. તો ઘડીકમાં એક હાથે ઓઢણીનો છેડો સરખી કરતી જતી હતી. જવારાને નાહલા વીંટાળ્યા, કંકુ ચોખાથી વધાવ્યા. અંતે મહારાજે આરતી કરાવી.
દીવાના પ્રકાશમાં નાનકડી કુમારિકાઓના અદીઠ ઓરતા ઝગમગી ઊઠ્યા. ઇતિની આંખો ચમકી રહી. નિર્દોષ બાલિકાઓના ચહેરા પર એક આભા છવાઈ ગઈ હતી. પરમ આસ્થાથી ઇતિ આંખો બંધ કરી શંકર ભગવાનને વંદી રહી હતી. અનિકેત કશું સમજયા વિના તેની સામે જોઈ રહ્યો હતો. તેનાથી પણ અનાયાસે હાથ જોડાઈ ગયા હતા.
આરતી પૂરી થતાં ઇતિ પૂરી શ્રદ્ધાથી સૌ છોકરીઓ સાથે મંદિરની પ્રદક્ષિણા કરી રહી હતી. જાણે એક નાનકડી દુલ્હન ચોરીના ફેરા ફરી રહી હતી. પગમાં રૂમઝૂમ ઝાંઝર ખનકી રહી હતી. સુલભાબહેને અનિકેતને પણ ભગવાનને પગે લાગવાનું કહ્યું. બંને બાળકોને સાથે પગે લાગતાં જોઈ સુલભાબહેને પણ આંખો બંધ કરી. તેમની બંધ આંખોમાં જાણે ભવિષ્યનું કોઈ શમણું ઊભરી આવ્યું હતું કે શું?
તેમણે ઇતિને માથે વહાલથી હાથ ફેરવ્યો. ઇતિ આંખો ખોલી આન્ટી સામે જોઈ રહી. આજે આ ક્ષણે ઇતિ આન્ટીને અને તેમની બંધ આંખોમાં શમાયેલ શમણાને જોઈ શકતી હતી અને ઓળખી પણ શકતી હતી, પરંતુ ત્યારે તો કશી સમજ ક્યાં હતી? આજે આ સમજનું ભાન અચાનક આવવાથી ઇતિની આંખો ખૂલી ગઈ. ન સમજાતી અનેક વાતો... ન સમજાતાં અનેક દ્રશ્યો આજે કેમ...?
ક્રમશ:

0 comments: