ઇતિ-અનિનું પ્રોમિસ
ઇતિના ચહેરા પર આજે પણ એ મલકાટ ઝગમગી ઊઠ્યો અને ર્દશ્ય બદલાયું, તે દિવસે ઇતિ ન જાણે કઈ વાત પર અનિકેત પર ગુસ્સે થઈ હતી
એક વ્યાકુળતા અને ઇતિએ ગભરાઈને ફરીથી જોશથી આંખો બંધ કરી દીધી. દર્શન કરીને સુલભાબહેન બંને બાળકોને લઈને મંદિરના બગીચામાં બેન્ચ પર બેઠાં હતાં. ઘણાં બાળકો ત્યાં રમી રહ્યાં હતાં. અનિકેતે પણ પ્રસ્તાવ મૂક્યો. ‘ઇતિ, ચાલ, તું મને પકડવા આવ. તે દિવસનો તારો દાવ બાકી છે.’
‘ના, હોં... સાડી પહેરીને મારાથી ન દોડાય. એટલે હું તો હારી જ જાઉંને?’
સાત વરસની ઇતિ તેના જેવડા જ અનિકેતને કહી રહી હતી. અનિકેત વારંવાર પોતાનો દાવ આપવાનું કહી રહ્યો હતો, પરંતુ ઇતિ સાડી પહેરેલી હોવાથી દોડી શકે તેમ નહોતી. તે બોલી, ‘ના, આજે નહિ.’ બેંચ પર બેઠેલી ઇતિએ પગ હલાવતાં, ઝાંઝર રણકાવતાં કહ્યું. અનિકેત એ ઝાંઝરનો રણકાર સાંભળી રહ્યો હતો.
ઇતિની આંખો ફરીથી ખૂલી. વર્તમાન અને અતીત આમ ભેળસેળ કેમ થતા હતા? ઇતિના પગ અજાણતા આ ક્ષણે હલી ઊઠ્યા, પણ ઝાંઝર ક્યાં હતાં તે રણકે? ઇતિ અભાનપણે ઊભી થઈ બે ડગલાં ચાલી. કદાચ હવે ઝાંઝર રણકશે, પણ ખાલી પગ થોડા રણકવાના, અરૂપને તો ઝાંઝર ગામડિયા જેવાં લાગતાં હતાં.
અરૂપ..!
આ નામ જીવનમાં ક્યારે આવી ગયું?
‘અનિ, તને કેટલી વાર કહ્યું? મારા ચોટલાની મસ્તી નહિ હોં.’
આજે કોણ તેના વાળ ખેંચતું હતું? એક ક્ષણમાં ઇતિનો હાથ અનાયાસે પોતાના વાળમાં ફર્યો.
‘અનિ મારો ચોટલો છે, દોરી નથી.’ અનિકેતના હાથમાંથી ચોટલો છોડાવવાનો પ્રયત્ન કરતા ઇતિ બોલી, પણ એમ કંઈ અનિકેત થોડો છોડે? ઇતિની મસ્તી કરવાનો એક પણ મોકો ગુમાવવો અનિકેતને ન જ પોષાય.
‘ઓહ! તારો ચોટલો છે? મને તો એમ કે...’ અને મમ્મીને રસોડામાંથી બહાર આવતી જોઈને અનિકેતના શબ્દો અધૂરા જ રહી ગયા, કારણ કે મમ્મી હંમેશાં ઇતિનો જ પક્ષ લેતી હતી.
‘લે બોલ હવે. બહુ બોલબોલ કરતો હતોને?
આંટી આવ્યાં એટલે બોલતી બંધ થઈ ગઈને, પણ આંટી બંનેને ક્યાં નહોતાં ઓળખતાં? બહાર આવતાં જ તેમણે ઇતિને અનિકેત સામે જીભ કાઢતાં અને અનિકેતને ઇતિના વાળ ખેંચતાં જોઈ લીધા હતાં. કશું બોલ્યા સિવાય તે મોટેથી હસી પડ્યાં અને તેમને હસતાં જોઈ ઇતિ, અનિકેત થોડાં શાંત રહી શકે? અને હાસ્યનું એક ઘેઘૂર પૂર, ત્રણેનાં મીઠા હાસ્યથી ઓરડો પણ પુલકિત થઈ ગયો.
સુલભાબહેનને ઇતિ ખૂબ વહાલી હતી અને ઇતિ હતી પણ એવી જ. સૌ કોઈને પરાણે વહાલી લાગે તેવી અને આ તો બેઉ છોકરાંની રોજની ધમાલ-મસ્તી હતી. અનિકેતની મમ્મીને આવેલ જોઈ ઇતિએ ફરિયાદ કરી. ‘આંટી, અનિને કહોને, રોજ મારા વાળ ખેંચે છે.’
‘અનિ, છોડ મારી દીકરીના વાળ, રોજ બિચારીને હેરાન કરે છે.’
‘બિચારી, અનિકેત ચાળા પાડતો બોલ્યો. તેણે મને કેટલું પાણી ઉડાડ્યું. જો આ મારું શર્ટ આખું ભીનું થઈ ગયું અને હવે તને જોઈને ચાગલી થઈને ફરિયાદ કરે છે. તારી ચમચી છે તે મને ખબર છે.’
‘આંટી જાણીજોઈને થોડું પાણી ઉડાડ્યું હતું. એ તો ભૂલથી.’
‘અને મારાથી પણ ભૂલથી ચોટલા ખેંચાઈ ગયા છે. જો આમ કેવા ભૂલથી ખેંચાઈ જાય છે.’
અનિકેતે ફરી એક વાર ઇતિના વાળ ખેંચવાની તક ઝડપી લીધી. અનિ-ઇતિની મસ્તીથી બંને ઘર ગૂંજતાં રહેતાં. લડતાં-ઝઘડતાં અનિકેત-ઇતિને એકબીજા વિના જરાયે ચાલતું નહોતું. ઝઘડ્યા પછી પાંચ મિનિટમાં બંને સાથે ખિલખિલાટ હસતાં જ હોય.
બંધ આંખે ઇતિના ચહેરા પર આજે પણ એ મલકાટ ઝગમગી ઊઠ્યો અને ર્દશ્ય બદલાયું. તે દિવસે ઇતિ ન જાણે કઈ વાત પર અનિકેત પર ગુસ્સે થઈ હતી અને અનિકેત સફાઈ આપતો હતો.
‘કાલે તે મને માર્યું હતું, તેનું શું?’
‘તેં દાખલા પછી શીખડાવીશ એમ કેમ કહ્યું હતું?’
‘એ મારી મરજી.’
‘ના મારી મરજી મુજબ કરવાનું.’
‘કેમ, કંઈ તારી દાદાગીરી ચાલે છે?’ ‘હા, ચાલે છે. જા સાત વાર ચાલે છે. તારા પર મારી દાદાગીરી ચાલવાની જ.’
‘ચાલ, આપણે એક શરત કરીએ. હું કહું એમ તારે કરવાનું અને તું કહે એમ મારે કરવાનું. બરાબર?’
‘હંમેશાં?’ ઇતિએ પૂછ્યું.
‘હા, હંમેશાં.’
‘અને ક્યારેય હું એમ ન કરું તો?’ અનિકેતને ગુસ્સે કરવા ઇતિએ પૂછ્યું.
‘તો પણ હું તો ઇતિ કહેશે એમ જ કરીશ બસ?’ ‘સ્યોર?’ ‘સ્યોર... પાક્કું.’ ઇતિનો હાથ અનાયાસે લંબાયો, પણ પ્રોમિસ આપવાવાળો હાથ ત્યાં ક્યાં હતો? તે તો સમય-સંજોગોના વમળમાં ક્યાંય તણાઈ ગયો હતો.
ક્રમશ:

0 comments: