અદીઠ ભયનાં વાદળ
દરિયાના નીરમાં અનિકેતનો હાથ પકડી ઊભેલી ઇતિ તેને આગળ ન જવા વિનવી રહી હતી, પરંતુ અનિકેત ન જાણે કેમ મસ્તીએ ચઢયો હતો...
ઇતિ જલ્દીથી બોલી ઊઠી. કોણ જાણે કેવીય વ્યાકુળતા ઇતિના અવાજમાં હતી. અરૂપને આશ્ચર્ય થયું. બારી બંધ કરવા જેવા સામાન્ય પ્રશ્નમાં ઇતિ આમ એકદમ વહિવળ કેમ બની ઊઠી? તેણે ઇતિ સામે જોયું. ઇતિએ પડખું ફેરવી લીધું હતું. જાગતી હતી કે ઊંઘી ગઈ હતી એ અરૂપને સમજાયું નહિ. બીજે દિવસે સવારથી ઇતિને તાવ હતો. તેને સખત ઠંડી ચડી હતી. ઇતિ ક્યારેક ઘેર ફોન કરવાનું કહેતી.
‘ના, ઇતિ, તારે ઘેર ફોન કરીને મારે તેને તારી માંદગીના સમાચાર નથી આપવા. નાહકની તેમને પણ ચિંતા કરાવવી? એક વાર તું સાજી થઈ જાય. પછી બીજી બધી વાત.’
ઇતિને થયું અરૂપની વાત તો સાચી છે. મમ્મીને કેટલી ચિંતા થાય? આમ પણ મમ્મીનો સ્વભાવ ચિંતાવાળો છે અને હવે તો તેમની પણ ઉંમર થઈ. અહીં તો ધ્યાન રાખવા માટે અરૂપ છે જને? તે દિવસે અરૂપ તેની બાજુમાં બેઠો હતો. ઇતિ તાવના ઘેનમાં અર્ધબેભાન અવસ્થામાં કશુંક બબડતી હતી. અરૂપને આ અસ્કૂટ શબ્દો પૂરા સંભળાતા નહોતા તે સમજાય ક્યાંથી?
‘અનિ, અનિકેત, અરે જો તો ખરો, આ કેવું મોટું મોજું આવે છે. ચાલ, હવે દૂર નથી જવું.’
દરિયાના ઘૂઘવતા નીરમાં અનિકેતનો હાથ પકડી ઊભેલી ઇતિ અનિકેતને આગળ ન જવા વિનવી રહી હતી, પરંતુ અનિકેત ન જાણે કેમ આજે મસ્તીએ ચઢયો હતો. ઇતિની વાત માનવાને બદલે તે વધારે ને વધારે દૂર જતો હતો. ઊછળતાં મોજાં તેને આહ્વાન આપી રહ્યા હોય તેમ ઇતિનો હાથ ખેંચતો તો આગળ ને આગળ તેની પાછળ ખેંચાતી ઇતિ તેને વારંવાર વિનવી રહી હતી.
‘અનિ, હવે બહુ થયું હોં. પ્લીઝ, મસ્તી નહિ. હવે અહીંથી પાછાં વળીએ. યાદ છે? આપણે એક વાર કોલેજમાંથી પિકનિક ગયેલાં અને હું તને ચીડવવા નર્મદાના પાણીમાં થોડીક જ આગળ ગઈ હતી તો પણ તેં મને કેવો લાફો લગાવી દીધો હતો. એ કંઈ હું ભૂલી નથી હોં. લાગે છે આજે મારેય તને એક લાફો...’ અને ઇતિનો હાથ ઊંચકાયો.
‘ઇતિ કશું થાય છે?’ ઇતિના ઊંચા થયેલા હાથને ધીમેથી નીચે મૂકતાં અરૂપે પૂછ્યું, પરંતુ ઇતિ તો...
‘અનિ, સાચ્ચે જ મારીશ હોં.’
અનિકેત તો હસતો હસતો આગળ
ને આગળ.
‘અનિ, પ્લીઝ... ચાલને પાછાં વળી જઈએ. આજે મને ડર લાગે છે.’
‘અરે, ઇતિ દરિયો તો નાનપણથી આપણો દોસ્ત, તેનાથી વળી ડરવાનું કેવું? આજે મને દરિયો સાદ પાડે છે, બોલાવે છે. ઇતિ, તને સંભળાય છે એ સાદ? અને ખાલી દરિયો જ નહિ. ઇતિ, આ ચંદ્ર, તારા, વાદળ બધાં મને બોલાવે છે. ઇતિ, હંુ જાઉં?’
અનિકેતના અવાજમાં આજીજી કેમ સંભળાતી હતી? અનિકેત આ શેની રજા માગી રહ્યો છે?
‘ના, અનિ, તારે ક્યાંય જવાનું નથી. ઇતિને એકલી મૂકીને અનિ ક્યાંય ન જાય.’
ઇતિનો બહાવરો, બેબાકળો અવાજ અરૂપને પણ સંભળાયો, પરંતુ સમજાયો નહિ.
‘ઇતિ, તું તો સાવ બુધ્ધુ જ રહી. ક્યારેય તો દરેક માનવીએ એકલા જવું જ પડેને? અરે, ક્યારેક તો એકલા જીવવું પણ પડે છે.’
અનિકેતે ઇતિનો હાથ છોડાવવાનો પ્રયત્ન કરતા કહ્યું. અનિ... તેને અનિ આજે ઇતિને આમ છોડીને ક્યાં જવાની વાત કરે છે? આજે અનિકેતને થયું છે શું? તેનો અનિ તેનાથી દૂર કેમ જાય? તેને એકલા એકલા ક્યાં જવું છે?
‘નહિ અનિ, તો હુંય આવીશ તારી સાથે. આપણે સાથે જઈશું. પેલા તારલાની બાજુમાં જઈને ગૂપચૂપ બેસી જઈશું અને રેંટિયો કાંતતાં પેલાં ડોશીમાને મળીશું? ચાંદામામાને તો મારે કેટલુંય પૂછવાનું છે. અનિ, આપણે બંને તારલા બની ચમકીશું. પછી કોઈ આપણને નહિ શોધી શકે. કોઈ નહિ.’
‘ના, ઇતિ, એમ તારાથી ન અવાય. ત્યાં કોઈથી સાથે ન અવાય અને આમ પણ તું તો હવે અરૂપની છે. તારે તો અરૂપ સાથે ખૂબ હોંશથી સરસ રીતે જિંદગી માણવાની છે. હું ઉપર બેઠો બેઠો તમને બંનેને આનંદથી નીરખતો રહીશ અને ભગવાનનેય થોડા મસકા મારી તારી સિફારીશ કરતો રહીશ કે મારી ઇતિને હંમેશાં હસતી રાખે. ઇતિ, હવે અહીં તો હું તારી રાહ જોઈ શકું તેમ નથી. તો ઇતિ, હું જાઉં?’
અનિકેત ઇતિને વીનવતો રહ્યો.
અરે, આજે અનિ તેનો હાથ છોડાવવાનો પ્રયત્ન કેમ કરે છે? ક્યાં જવું છે તેને ઇતિને છોડીને?
ઇતિ ના, ના કરતી રહી, પણ અનિકેતે તો આજે નિર્દય બનીને ઇતિનો હાથ એક ઝાટકે છોડી દીધો.
ક્રમશ:

0 comments: