વધી ગઈ ઇતિની અસમંજસ
‘અનિકેત આવ્યો છે અને મમ્મીએ બોલાવી છે અને આમ અચાનક સિમલાનો પ્રોગ્રામ? આપણે એવી કોઈ વાત પણ ક્યાં થઈ હતી?’
ઇતિને સફાળા ભાન આવ્યું. ‘ના, અરૂપ, કાલે તો મારે...’
ઇતિ વાક્ય પૂરું કરે તે પહેલા જ, ‘શું છે કાલે?’
‘અરે, કાલની વાત કાલે, અત્યારે તો પેટમાં ગલુડિયાં બોલે છે. પહેલા પેટપૂજાનો પ્રબંધ થવો જોઈએ હોં.’
‘અરૂપ, આજે મમ્મીનો
ફોન આવેલો.’
‘સારું, સારું, ચાલ વાત થઈ ગઈને? હવે જરા જલ્દી પ્લીઝ.’
‘ના, એમ નહિ, ત્યાં અનિકેત આવ્યો છે. વરસો પછી, મેં તને અનિકેતની વાત તો કરી હતીને? તે આવેલો છે અને મને મમ્મીએ બોલાવી છે. મને લાગે છે...’
‘અનિકેત, કોણ અનિકેત? ઓહ, યસ, યસ યાદ આવ્યું. પેલો તમારો પડોશી હતો તે? એની વે, સિમલાથી આવીને નિરાંતે જઈ આવજે બસ? અત્યારે હવે તેની લપ કાઢીને પ્લીઝ, મને બોર નહિ કરતી. આમ પણ આજે હું થાકયો છું. કાલે સવારે વહેલું જવાનું છે. હજુ તો પેકિંગ પણ બધું બાકી છે.’
એકી શ્ચાસે અરૂપ બોલ્યો.
‘પણ અરૂપ આમ અચાનક સિમલાનો પ્રોગ્રામ? આપણે તો એવી કોઈ વાત પણ ક્યાં થઈ હતી?’
‘અરે, એ જ તો સરપ્રાઇઝ છેને? કેટલી મહેનતે માંડમાંડ ટિકિટ મેળવી છે. ખબર છે? હવે આડીઅવળી વાતો કરીને ફરવાનો બધો મૂડ ન બગાડતી.’
‘પણ અરૂપ, મારે પહેલા અનિકેત પાસે જવું છે. મમ્મી કંઈ કહેતી હતી, પણ ફોન કપાઈ ગયો છે. જોને ફરીથી લાગતો પણ નથી. તારા મોબાઇલમાંથી કરી જોને. કોઈ પ્રોબ્લેમ તો નથીને? મને ચિંતા થાય છે.’
‘ઓકે, ઓકે, હું વાત કરી લઉં છું. ત્યાં સુધીમાં તું જમવાની તૈયારી કર. મોડું થાય છે.’ ઉપર ચઢતાં ચઢતાં
અરૂપે કહ્યું.
ઇતિ રસોડામાં પહોંચી પણ તેનું
મન તો... અરૂપે લાખ વાર કહેવા છતાં ઇતિએ રસોઈ કરવા માટે મહારાજ રાખ્યો નહોતો. પછી પોતે આખો દિવસ શું કરે? પણ આજે તેને રસોઈ કરવાની જરાય ઇચ્છા નહોતી થતી, પણ કોઈ ઉપાય નહોતો. તેણે પરાણે રસોઈ શરૂ કરી, પણ જીવ તો અનિકેતમાં જ અટવાયેલો રહ્યો. કોઈ પ્રોબ્લેમ તો નહિ હોયને? આટલા વરસે અનિકેત ક્યાંથી, ક્યારે આવ્યો? આટલાં વરસો ક્યાં હતો? એકલો આવ્યો હશે કે તેની ગોરી પત્ની પણ સાથે હશે? કેટકેટલી ફરિયાદો અનિકેત સામે ભેગી થઈ છે? તેની પત્નીને પણ તે તો હકથી કહેશે કે અનિકેતને આટલાં વરસો ક્યાં છુપાવી રાખ્યો હતો? અનિકેતની દરેક વાત, દરેક વસ્તુ કે દરેક વ્યક્તિ ઉપર પોતાનો પણ હક તો ખરો જને? એ મનભરીને અનિકેત સાથે લડશે, ઝઘડશે, અનિકેત તેને મનાવશે અને પછી જ પોતે તેની બધી વાતો સાંભળશે. વાત છે અનિ મળે એટલી વાર, આટલાં વરસે હવે ઇતિ યાદ આવી? શાક બળવાની વાસ પણ તેને ક્યાં આવી? તે તો ફરી એકવાર તે દિવસોમાં પહોંચી ચૂકી હતી. પોતે ત્યારે હજુ રસોઈ બનાવતા શીખતી હતી. અનિકેતની બહેન ઇશા અમેરિકાથી આવી હતી અને તે દિવસે અનિકેતના આખા કુટુંબને જમવાનું કહ્યું હતું. ઇતિ મમ્મીને કિચનમાં મદદ કરાવતી હતી. તે રસોડામાં પરોઠા વણતી અને અનિકેત આવ્યો હતો. ઇતિને પરોઠા બનાવતી તેણે જોઈ.
‘આન્ટી, આજે મને જમવામાંથી બાકાત રાખજો હોં. હું તો બહાર જમીને જ આવીશ.’
ગંભીરતાથી અનિકેત બોલ્યો.
‘કેમ? ક્યાંય બહાર જવાનું છે?’
‘આંટી, જવાનું તો નથી, પરંતુ લાગે છે કે આજે જવું પડશે.’
‘બેટા, કંઈક સમજાય તેમ સરખું બોલને, આમ ગોળ ગોળ શું બોલે છે?’
‘ના, ના, આંટી, ખાસ કશું નહિ. આ તો ઇતિને રસોડામાં જોઈને મને થયું કે મારે આજે અહીં જમવાનો અખતરો કરવો નહિ? કે પછી બહાર જમી લેવું વધારે સારું રહેશે? એ વિચારતો હતો. આમ તો અખતરો કરી લઉં, પણ આંટી આ તો હમણાં પાછી કોલેજમાં પરીક્ષાઓ પણ આવે છે ને તેથી માંદા પડવું પોષાય તેમ નથી.’
કોઈ ગંભીર વાત કરતો હોય તેમ અનિકેતે કહ્યું અને ઇતિ ચિલ્લાઈ.
‘અનિ.’
નીતાબહેન હવે સમજ્યાં અને ખડખડાટ હસી પડ્યાં.
‘એય અનિ, મારી દીકરીની મસ્તી નહિ હોં. એ સરસ રસોઈ બનાવે છે. એકવાર ખાઈશ તો આંગળા ચાટતો રહી જઈશ. શું સમજયો?’
‘ના, મમ્મી, એને તો બહાર જ જમવા જવા દે, કોઈ જરૂર નથી તેને અહીં જમવાની.’ ઇતિ કૃત્રિમ ગુસ્સાથી બોલી ઊઠી.
ક્રમશ:

0 comments: