ઇતિના વારંવાર કહેવાથી અરૂપે ઇતિને ઘેર ફોન કરવાના બે ચાર વાર પ્રયત્નો કર્યા હતા, પણ ક્યારેય લાગ્યો જ નહિ
‘ઓહ, તને ખરાબ લાગી ગયું. સોરી ઇતિ, ઓકે, ચાલ, હું પણ અહીં જ જમીશ. તને ખરાબ લાગે તે મને ન ગમે. એના કરતાં માંદા પડવાનું હું વધુ પસંદ કરું. એકાદ ડાયજિન કે એવું કશું લઈ લઈશ. બસ? એમાં શી મોટી વાત છે?’ ‘તમે બંને તમારો ઝઘડો પૂરો કરી લો ત્યાં સુધીમાં હું તારે ઘેરથી બધાને બોલાવી લાવું.’ કહી નીતાબહેન હસતાં હસતાં કિચનની બહાર ગયાં.
ઇતિએ હાથમાં પકડેલું વેલણ અનિકેત તરફ ઉગામી દીધું.
‘અરે વાહ, તું તો ઝાંસીની રાણી જેવી લાગે છે? હું કલ્પના કરું છું કે રાણી લક્ષ્મીબાઈના હાથમાં તલવારને બદલે આમ વેલણ હોય તો કેવું લાગે?’
‘અનિ, હવે સાચ્ચે જ તું મારા હાથનો માર ખાઈશ હોં.’
‘એક મિનિટ, મને વિચાર કરી લેવા દે કે તારા હાથના આ આડાઅવળા નકશા ખાવા કે પછી માર ખાવો બેમાંથી શું વધારે સારું પડશે?’
‘હા, હા, તું તારે બહાર જ જમી લેજે. જોઉં છું કેટલા દિવસો બહાર
જમે છે?’
‘કેટલા દિવસો એટલે? જાણે કેમ મારે હંમેશાં તારા હાથનું જ
ખાવાનું હોય?’
‘તો કોના હાથનું ખાવાનું છે?’
અચાનક ઇતિ મૌન... અનિકેત મૌન. વાત ક્યાંથી ક્યાં આવી ગઈ હતી? મોઢામાંથી આ કેવા શબ્દો નીકળી ગયા હતા? અનિકેત રોજ થોડો તેના હાથનું ખાવાનો છે? ઇતિ આગળ વિચારી ન શકી.
‘અનિ, શું વિચારે છે?’
‘અરે, હું તો વિચારતો હતો કે આ તારી રોટલીનો નકશો ક્યા દેશનો છે? તે સમજાતું નથી.’
અનિકેતે વાત ઉડાડતાં કહ્યું.
‘આમ પણ હમણાં કોઈ અખતરાનો ખતરો લેવો પોસાય તેમ નથી. તને પણ ખબર છે કે હમણાં પરીક્ષાઓ આવે છે તેથી માંદા પડવું પણ ચાલે તેમ નથી. નહિતર વળી હિંમત કરી નાખત.’
‘અનિ.’ ગુસ્સે થઈને ઇતિ હાથમાં વેલણ પકડી અનિકેત તરફ દોડી. અનિકેત આગળ અને હાથમાં વેલણ પકડી ઇતિ તેની પાછળ. આજે તો તે અનિકેતને નહિ જ છોડે, હમણાં તે બહુ ચગ્યો છે. ઇતિ હાથમાં વેલણ ઉગામી રહી. ત્યાં અરૂપ નીચે આવ્યો.
‘અરે, ઇતિ ક્યાં ખોવાઈ ગઈ છો? અને આમ હાથમાં વેલણ ઉગામી શું
કરી રહી છે? કોઈને મારવાના મૂડમાં
તો નથીને? અને આ શાક તો જો બળી ગયું કે શું?’
ઇતિએ એકાદ ક્ષણ શાક સામે અને હાથમાં રહેલા વેલણ સામે જોયું, પોતે ક્યાં હતી? ઇતિ ભાનમાં આવી હોય તેમ જલ્દી ગેસ બંધ કર્યો અને અરૂપે ફોન કર્યો કે નહિ તે જાણવા માટે હજુ તેને પૂછે તે પહેલા જ તેની આંખનો પ્રશ્ન વાંચી ઇતિ કશું પૂછે તે પહેલા જ અરૂપે કહ્યું, ‘આજે મોબાઇલમાં પણ નેટવર્ક બિઝી જ આવે છે. કશો વાંધો નહિ. તેથી વાત થઈ શકી નથી. પછી ફરીથી પ્રયત્ન કરીશું. ચાલ, હવે થાળી પીરસ.
શું બોલવું તે ઇતિને સમજાતું નહોતું.
‘ઇતિ, તું ચિંતા ન કર. આમ પણ અત્યારે ખૂબ મોડું થઈ ગયું છે. આટલી રાત્રે કોઈને ઉઠાડવા યોગ્ય ન ગણાય. કાલે સવારે રસ્તામાંથી વાત કરી લઈશું અને આમ પણ પંદર દિવસનો જ તો સવાલ છેને? આવીને તું તારે નિરાંતે અનિકેતને મળવા જજે. અરે, હું પણ આવીશ તારી સાથે તારા અનિકેતને મળવા બસ? ચાલ, હવે જલ્દી કર, કેટલું કામ છે?’
અને બીજે દિવસે સવારે સિમલા જવા માટે પ્લેનમાં બેસતી વખતે અચાનક અરૂપને યાદ આવ્યું. પોતે મોબાઇલ સાથે લેતા તો ભૂલી
ગયો હતો.
ઇતિ, અનિકેત સિમલા પહોંચ્યાં તો ખરાં, પરંતુ સિમલાની ગુલાબી ઠંડીમાં ત્યાંના લીસા, પહોળા, અદ્ભુત માલ રોડ પર જીવનસાથીની સાથે ટહેલતાં એ ભવ્ય સૌંદર્યમાં પણ ઇતિને કોઈ રંગીનીનો અનુભવ ન થયો. એ ઠંડક તેને શીતલતા ન જ અર્પી શકી.
ઇતિના વારંવાર કહેવાથી અરૂપે ઇતિને ઘેર ફોન કરવાના બે ચાર વાર પ્રયત્નો કર્યા હતા, પણ ક્યારેય લાગ્યો જ નહિ અને પછી અરૂપનો મૂડ જોઈ ઇતિ કશું બોલી શકી નહિ. અરૂપ માટે તે એટલું તો કરી જ શકેને?
પરંતુ અરૂપ માટે ઇતિ પોતાનો મૂડ તો લાખ પ્રયત્ન કર્યા પછી પણ ઠીક ન જ કરી શકી. અંદર શું ખૂંચતું હતું. એ સમજાતું નહોતું, પણ સતત એક બેચેની, એક અજ્ઞાત ભય તેના મનને ઘેરી રહ્યા. તે રાત્રે ઇતિને ધ્રૂજતી જોઈ અરૂપે પૂછ્યું.
‘ઇતિ, તને ઠંડી લાગે છે? બારીઓ બંધ કરું?’
ક્રમશ:

0 comments: