વિદેશગમનની તૈયારી
ઉપરના રૂમમાં ઇતિ અનિની બેગ છેલ્લી વાર ગોઠવી રહી હતી, ત્યારે તેની ધૂંધળી બનેલી આંખોને બેગમાં કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું
‘હા તું નાનો હતો ત્યારે અને હું તો ત્યારે બહુ મોટી હતી ખરુંને?’ ઇતિ હસતી અને પીડાને છુપાવવાનો વ્યર્થ પ્રયાસ કરતી રહેતી.
‘હવે હું તો ગણી ગણીને બદલો લેવાનો. માંડ આટલાં વરસે મોકો
મળ્યો છે.’
‘તું ગાઈશને તો આ હોસ્પિટલમાંથી બધા દર્દીઓ અહીં તારા રૂમમાં એકઠા થઈ જશે અને મને મારશે, માથું
દુખાડવા બદલ.’
‘હું કંઈ ન જાણું.’ અને ઇતિની ફરમાઇશ અનિકેત પૂરી ન કરે તેવું તો આમ પણ ક્યારે બનતું હતું? તો અત્યારે તો ઇતિ રાજાપાઠમાં હતી. તેનો હક હતો અને અનિકેત ધીમા અવાજે બે લાઇન ગણગણી રહેતો. ઇતિ આંખો બંધ કરી તેમાં ખોવાઈ જતી.
‘તું પ્યાર કા સાગર હૈ, તેરી એક બુંદ કે પ્યાસે હમ.’
ઇતિ અને અનિકેત જીવનમાં ક્યારેય છુટાં પડી શકે તેવી કલ્પના પણ ક્યાં હતી? પરંતુ જેની કલ્પના ન હોય તે બને તેનું નામ જ કદાચ જિંદગી કહેવાતું હશે.
અનિકેતની બહેન અમેરિકામાં હતી અને વરસો પહેલાં તેણે પોતાનાં માતાપિતા અને ભાઈ માટે ગ્રીનકાર્ડ માટે ફાઇલ મૂકી હતી અને હવે તેમની અરજીનો વારો આવ્યો હતો અને ત્રણેને વિઝા પણ મળી ગયા અને શરૂ થઈ જવાની તૈયારીઓ એક મહિનામાં તો ત્યાં પહોંચી જવાનું હતું. અનિકેતને હવે ત્યાં ભણવાનું હતું. તૈયારીના કામમાં ઇતિ અને તેના કુટંુબને પણ સ્વાભાવિક રીતે જ કેટલાયે કામો કરવાનાં આવ્યાં. ઘર સમેટીને જવાનું હતું. પાછા આવવાની કોઈ ખાતરી નહોતી, પરંતુ આવવું હોય ત્યારે આવી શકાય એ ગણતરીથી ઘર વેચવાને બદલે બંધ કરીને રાખવાનું નક્કી કરેલું. ઇતિના ઘરના તો ત્યાં હતાં. તેથી બીજી કોઈ ચિંતા નહોતી. હવે તો ઘરમાં આખો દિવસ ધમાલ રહેતી. ઇતિ અને અનિકેત બધાં પેપર્સ તૈયાર કરવામાં લાગી ગયાં. કશું વિચારવાનો, થાક ખાવાનો સમય જ ક્યાં હતો? આખો દિવસ અનિકેતનો અવાજ આવતો રહેતો અને ઇતિ દોડતી રહેતી.
‘ઇતિ, આ કાગળો ક્યાં? ડોકયુમેન્ટ્સનું લિસ્ટ બની ગયું? જરા જોને, કંઈ રહી તો નથી જતુંને?’
‘ઇતિ, આજે મારી સાથે શોપિંગમાં આવવાનું છે. મને તો ત્યાં શું લઈ જવું, કેવું લઈ જવું એ કંઈ ખબર નહિ પડે. તું સાથે હશે તો સારું રહેશે.’ અનિકેતની મમ્મી કહેતી ને ઇતિ સાથે દોડતી રહેતી.
‘અને ઇતિ બેટા, આવું ન ચાલે હોં. તું આન્ટીનાં અને અનિકેતનાં બધાં કામ કરે અને અંકલને ભૂલી જાય એ ન ચાલે હોં. જો તો આ શર્ટ મને સારું લાગશે? આ અમેરિકાની આપણને ખબર ન પડે.’
ઇતિ પતંગિયાની જેમ ઊડતી રહેતી. તેને ઘડીભરની ફુરસદ ક્યાં હતી? પોતે શું કરે છે તે વિચારવાનો સમય પણ ક્યાં મળ્યો હતો? બંને હવેથી છુટાં પડે છે એવો વિચાર પણ હજુ સુધી કદાચ સ્પશ્ર્યો નહોતો. બસ એક અભાન અવસ્થામાં કામ થતું જતું હતું. વરસોનો સાથ છુટવાની પળ આવી છે અને આ બધી તેની તૈયારીઓ પોતે કરી રહ્યો છે એ સભાનતા તો આવી છેક અંતિમ દિવસે. ત્યાં સુધી તો કેટકેટલાં કામો. અનિકેતનાં મમ્મી, પપ્પા એક તરફ ઘર અને સામાનની પળોજણમાં પડ્યાં હતાં. તો બીજી તરફ શોપિંગ, બેંકનાં કામો પતાવવામાં પણ સારો એવો સમય જતો હતો. ઇતિના ઘરના બધા પણ એમાં સાથ પુરાવતા રહ્યા. આમ બંને ઘરમાં ધમાલ ચાલી રહી હતી.
સમય તો દોડયે જતો હતો અને અંતે જવાને આગલે દિવસે અનિકેત નીચે કંઈક કામમાં હતો. અનિકેતની બધી તૈયારીની જવાબદારી તો વગર કહો, બિલકુલ સ્વાભાવિકતાથી ઇતિને ભાગે જ હતી. ઉપરના રૂમમાં ઇતિ અનિકેતની બેગ છેલ્લી એક વાર સરખી ગોઠવી રહી હતી. ત્યારે તેની ધંૂધળી બનેલી આંખોને બેગમાં કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું. તે બેગમાં અનિકેતનાં કપડાં ઉપર-નીચે કરી રહી હતી. ન જાણે શું કરી રહી હતી. તે તેને પણ ક્યાં સમજાતું હતું? કદાચ આજે જ તેને ભાન આવ્યું હતું કે અનિકેત તેનાથી દૂર, ખૂબ દૂર જાય છે. અત્યાર સુધી અનિકેતના કામની ધમાલમાં ડૂબેલી ઇતિને ભાન હતું જ નહિ કે આ તૈયારીઓ પોતે કરે છે. તે અનિકેતના જવાની છે. અચાનક જાણે આકાશમાં વીજળીનો ચમકારો થાય છે અને સઘળંુ ઝળાહળા થઈ જાય તેમ ઇતિ એક ક્ષણમાં ભાનમાં આવી હતી. તેની પાંપણે અનાયાસે બે બંુદ ચળકી રહ્યાં. ત્યાં અનિકેત ઉપર આવ્યો,
‘ઇતિ શું કરે છે તું?’ ઇતિએ જવાબ ન આપ્યો. તેણે જલ્દી જલ્દી આંખો લૂંછી અને કામમાં મશગૂલ હોય તેમ બેગમાં કપડાં ઉપર-નીચે કરી રહી.
‘ઇતિ.’ અનિકેતનો અવાજ પણ જાણે સાતમા પાતાળેથી આવતો હતો. મૌન ઇતિ અનિકેત સામે જોઈ રહી. અનિકેતને પણ કઈ ગમ ન પડી.
ક્રમશ:

0 comments: