ઇતિના સોળ શણગાર
‘જલ્દી અમેરિકા જવાનું છે.’ અરૂપના કહેવાથી લગ્ન તાત્કાલિક લેવા પડ્યા, બધી તૈયારીઓ એટલી ઝડપી થઈ કે ઇતિને કંઈ સમજાયું જ નહિ
બે દિવસમાં તો સગાઈની બધી તૈયારી પણ થઈ ગઈ. જેમ અનિકેતના જવાની વાત ઇતિના મગજમાં જવાના આગલા દિવસ સુધી નોટિસ નહોતી થઈ. તેમ જ સગાઈની વાત પણ ઇતિનું મગજ નોંધી શક્યું નહિ. હા, ત્યાં હતો એક મૌન સ્વીકાર, જે થાય તે. જાણે ઇતિને આ બધા સાથે કોઈ નિસ્બત જ નહોતી. પહેલા કશું વિચાર્યા સિવાય અનિકેત કહેતો તેમ તે કરતી રહી હતી અને આજે માતાપિતા કહે તેમ તે કરતી રહી. અરૂપને પણ ઉતાવળ હતી, તરત સગાઈ અને મહિનામાં લગ્ન, કરવાનું નક્કી થયું. સગાઈને બીજે દિવસે અરૂપે ઇતિને એક સરસ મજાની બાર્બી ડોલ ભેટ આપી, જે દુલ્હનના શણગારથી શોભતી હતી. ઇતિ સ્તબ્ધ, મૂઢની માફક તે ઢીંગલી હાથમાં લઈ બેસી રહી. આ ભેટમાં તેને અનિકેતની હાજરી, તેની સુવાસ કેમ અનુભવાતી હતી? ઘડીકમાં
ઢીંગલી તરફ તો ઘડીકમાં અરૂપ તરફ. અરૂપે કહ્યું,
‘આ તો જસ્ટ મસ્તીમજાક.’
પણ ઇતિ માટે આ મજાક ક્યાં હતી? તેની સાથે પોતાના શૈશવની યાદ સંકળાઈ હતી, એની જાણ અરૂપને થોડી જ હોય? તેની નજર સમક્ષ તો દસ વરસનો અનિકેત હસતો હતો અને તેના જેવડી જ ઇતિને કહેતો હતો.
‘તારા લગ્ન થશે ત્યારે હું તને શું ભેટ આપીશ, ખબર છે?’
ગૌરીવ્રતના ત્રીજા વરસે પૂજા કરીને આવેલી ઇતિને અનિકેતે કહ્યું હતું અને ઇતિ બોલી ઊઠી હતી, ‘શું આપીશ.’
‘તારા જેવી જ શણગારેલી ઢીંગલી, બાર્બી ડોલ.’ અને બંને ખડખડાટ હસતાં હતાં અને આજે અરૂપની આ ભેટ. તેનાથી અરૂપને પૂછાઈ જ ગયું,
‘તમે અનિકેતને ઓળખો છો? એ પણ અમેરિકામાં જ છે.’
‘અનિકેત, કોણ અનિકેત?’ જવાબમાં ઇતિ મૌન રહી અને અરૂપે પણ આગળ કોઈ પૂછપરછ કરી નહિ. તે પછી પણ અરૂપે કેટલીયે ભેટો ઇતિને આપી જ હતીને? પણ, દરેક છોકરીના જીવનમાં એક સવાર ઊગે છે. તેના શમણાંનો રાજકુંવર આવે છે અને માતાપિતાનો વરસોનો સંગાથ છોડી, છોકરી તે રાજકુંવર સાથે પોતાની અલગ દુનિયા વસાવવા હોંશે હોંશે જાય છે. હવે તેનો એક આગવો માળો રચાય છે અને તે પિયાના ઘરની રાણી બની રહે છે.
ઇતિના શમણાનો રાજકુંવર આવ્યો કે નહિ એની તો ઇતિને પૂરી સમજણ પડી નહિ, પરંતુ તેના જીવનમાં પણ એ દિવસ તો જરૂર આવી પહોંચ્યો.
એક સવારે ઇતિના જીવનમાં પણ દરેક છોકરીની જેમ પીઠીવરણું
પ્રાગડ અચાનક ઊઘડ્યું. લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે.
‘એ કદાચ સત્ય જ હશે. નહિતર જેને કદી જોયો કે જાણ્યો નહોતો, જીવનનાં બાવીસ વરસો સુધી જે ક્યારેય ડોકાયેલો નહિ એ અરૂપ ક્યા પાતાળમાંથી અચાનક ફૂટી નીકળ્યો? અને હજું તો ઇતિ કંઈ સમજે, વિચારે તે પહેલાં તેની સાથે લગ્નના પડઘમ વાગવા લાગ્યા. બે વરસની ઉંમરથી જેને જાણતી હતી, જે તેની ક્ષણેક્ષણમાં સમાયેલો હતો એ અનિકેત ક્યા આકાશમાં અર્દશ્ય થઈ ગયો હતો. કાળદેવતાએ પણ તેની ભાળ ન જ આપી.
આ કઈ વેળા હતી. પાંદડું ખરવાની કે કૂંપળ ફૂટયાની? એક પાંદડું ખર્યું કે એક કૂંપળ ફૂટી તે સમજવું, અનુભવવું ઇતિ માટે આસાન નહોતું. આછા અંધકાર અને આછા પ્રકાશ વચ્ચેની એ ક્ષણો હતી. નહિ ઉજાસ, નહિ અંધાર, વાદળછાયો ગોરંભો ઇતિના મનમાં ઘૂંટાતો હતો. એક ગોપી પોતાનીયે જાણ બહાર અંતરમાં વહાલનું વૃન્દાવન સંગોપીને બેઠી હતી. આ ક્ષણે સાજનના સપનાએ અંતરક્યારી તરબતર થઈ મહેકી ઊઠવી જોઈએ. આંખોમાં શમણાં અંજાવા જોઈતાં હતાં, પણ એ બધું અનુભવવાનો, સમજવાનો સમય જ ક્યાં મળ્યો હતો?
જલ્દી અમેરિકા જવાનું છે. એમ અરૂપે કહેવાથી લગ્ન તાત્કાલિક લેવા પડ્યા. ચટ્ મંગની પટ્ટ વ્યાહ. ખરીદી, તૈયારી, સગાંવહાલાઓની ધમાલ, ઇતિને તો જાણે કશું સમજાતું જ નહોતું. કશું સ્પર્શતું નહોતું. બધા કહે તેમ તેણે કરવાનું હતું. એ જ એકમાત્ર સત્ય હતું. તે ઉદાસ નહોતી તો એવી ખાસ ખુશી પણ નહોતી અનુભવી શકાતી.
એક દિવસ અનિકેતની બહેન સાસરે જતી હતી ત્યારે તેની જેવી જ તૈયાર થવાનું નક્કી કરતી ઇતિએ આજે સોળે શણગાર સજયા હતા. છતાં આયનામાં પોતે ફિક્કી કેમ લાગતી હતી. તે તેને સમજાતું નહોતું. કશુંક બહાર આવવા મથી રહ્યું હતું, પરંતુ શું એ સમજી શકાય કે શોધી શકાય તેટલો સમય જ ક્યાં હતો? ઇતિના ઘરનાએ પણ આ પ્રસંગે અનિકેત અને તેના ઘરના હાજર રહી શકે તે
માટે તેને શોધવાના ઘણા નિષ્ફળ
પ્રયત્નો કર્યા.
ક્રમશ:

0 comments: