કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 2 ફેબ્રુઆરી, 2011

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ- ૯

Posted by Unknown on 10:50:00 AM
યૌવનવસ્થામાં પ્રવેશ

ઇતિ-અનિ હવે કોલેજમાં આવ્યાં હતાં, તેમના સાથમાં, વર્તનમાં કોઈ ફરક નહોતો પડ્યો, બંનેની સાહજિકતા એવી જ હતીબગીચાની બેંચ પર બેઠો બેઠો અનિકેત પોતાની સ્કેચબુકમાં અનેક ચિત્રો દોરે. આમ પણ અનિકેતનું ડ્રોઇંગ ખૂબ સરસ હતું. જાત જાતનાં સ્કેચ નાનપણથી તે બનાવ્યા કરતો. ઇતિના કાર્ટુન બનાવી તેને ચીડવવાનું તો અનિકેતનું હંમેશનું મનગમતું કામ હતું. ઇતિના કલાસ પૂરા થાય અને ઇતિ બહાર આવે ત્યારે તેનો પહેલો પ્રશ્ન એ જ હોય, ‘અનિ, આજે શું દોર્યું? બતાવ તો.’

‘આજે ખાસ કશું નહિ.’ કહી અનિકેત બુક સંતાડવાનો ખોટો પ્રયત્ન કરે. એમ સીધી રીતે બતાવી દે તો મજા કેમ આવે? એ તો ઇતિ ગુસ્સે થાય. પોતે થોડી રકઝક કરે, પછી ઇતિ તેના હાથમાંથી ઝૂંટવીને બુક ખોલે, સાચી ટીકા કે વખાણ કરે. એ તો જેવો ઇતિનો મૂડ અને અનિકેતને તેની બધી મહેનત વસૂલ લાગે. ઇતિ ક્યારેક પ્રશંસા કરે તો ક્યારેક કડક વિવેચકની માફક ટીકા પણ કરે. આજે અનિકેતે ઇતિ ડાન્સ કરતી હોય તેવો એક સુંદર સ્કેચ કર્યો હતો અને ઇતિને હમણાં બતાવવાની ઇચ્છા તેને નહોતી. તેથી ઇતિના બહાર નીકળવાનો સમય થયો ત્યારે નોટબુક થેલામાં મૂકી આંખો બંધ કરી તે ચૂપચાપ બેસી ગયો. હમણાં ઇતિ આવશે અને પૂછશે, પરંતુ ન જાણે કેમ તે દિવસે ઇતિએ બહાર આવીને કશું પૂછ્યું નહિ. તે કોઈ વિચારમાં ખોવાયેલ રહી અને અનિકેત સ્કેચ બતાવવામાંથી બચી ગયો.

ઇતિ નૃત્યમાં નિપુણ હતી. અનિકેત તેના વખાણ કરતા થાકયો નહિ. ‘ઇતિ, તું મોટી થઈને ડાન્સ કરવા દેશ અને પરદેશમાં જઈશ. તારા સ્ટેજ પ્રોગ્રામો થશે. ઇતિની વાહ વાહ થશે અને હું તારો પીએ બનીશ. મારા સિવાય એ બધું મેનેજ કોણ કરવાનું હતું?’

‘હા, અનિ. તારા સિવાય...’ કોઈ ઊંડી ગુફામાંથી દબાયેલ કોઈ અસ્કૂટ સ્વર સંભળાયો કે શું? ઇતિ અતીતમાં હતી કે વર્તમાનમાં? આ કયો સંધિકાળ હતો?’

દ્રશ્યો પલટાતાં રહ્યાં. જાણે બગડી ગયેલી ટેપમાં રિવાઇન્ડ, ફોરવર્ડની પ્રક્રિયા આપોઆપ ચાલી રહી હતી. સમયની સાથે ઇતિ અને અનિકેત વિકસતાં રહ્યાં. ઇતિના ડાન્સિંગ કલાસ પૂરા થયા હતા અને હવે આરંગેત્રમની ભવ્ય તૈયારીઓ ચાલી રહી હતી. કલ્પનાની પાંખે તે અને અનિ દેશ અને પરદેશની ગલીઓ ઘૂમતાં રહેતાં. ઇતિના શો યોજાતા અને અનિકેત તેનો પડછાયો હતો. તેનો શ્ચાસ તેનો આત્મા હતો અને બધું કેટલું સહજ, સ્વાભાવિક, કોઈ આયાસ વિનાનું હતું. જાણે બીજો કોઈ વિકલ્પ, બીજો કોઈ અવકાશ, બીજા કોઈ વિચારની ગુંજાઈશ જ નહોતી. કોઈ સગપણ વિનાના, નામ વિનાના સંબંધો મહોરી રહ્યા હતા, જેની સુવાસથી બે આત્મા મઘમઘ થઈ રહ્યા હતા. બારમુ ધોરણ પૂરું થયું અને ઇતિનું આરંગેત્રમ યોજાયું. આરંગેત્રમની આગલી રાત્રે, ‘ઇતિ એક દિવસ તું મહાન કલાકાર થઈશ. તારી વાહ વાહ દેશ અને પરદેશમાં થશે.’

‘મને તો સારા ઘરની છોકરીઓ ડાન્સ કરે એ જરાય ન ગમે.’ જીવનમાં આ કયા શબ્દોની ભેળસેળ થઈ રહી હતી? અનિકેતની વાતો ઇતિ પરમ શ્રદ્ધાથી સાંભળતી અને સ્વીકારતી રહેતી. અનિકેતની કોઈ વાતમાં તેને ક્યારેય અવિશ્વાસ આવી જ ન શકે. અનિ કહે છે તેમ થાય જ, કોઈ શંકાને સ્થાન ક્યાં હતું? ઇતિની મહેનત અને અનિકેતની આસ્થા અને દોડાદોડી રંગ લાવી. આરંગત્રેમનું ખૂબ ભવ્ય આયોજન થયું અને તેવી જ ભવ્ય સફળતા અને ઇતિથી વધુ ખુશખુશાલ અનિકેત. અનિકેતે ઇતિને એક સરસ મજાની ઘડિયાળ ભેટ આપી.

‘આપણો સંબંધ આ ઘડિયાળના કાંટાથી પર, સમયથી પર હશે.’ એવું કશું બોલ્યા સિવાય.શબ્દોની જરૂર ક્યાં હતી? શબ્દો તો બિચારા સાવ વામણા. ઘડિયાળ! ઇતિની નજર પોતાના કાંડા પર પડી. સરસ મજાની રોલેકસ ઘડિયાળ ગયા વરસે જ અરૂપે તેને ભેટ આપી હતી. અનિની ઘડિયાળ તો પડી હતી. ઇતિની બેગના કોઈ એક ખૂણામાં. અનિકેતની જેમ જ.

યૌવનવસ્થામાં પ્રવેશતા આ તરુણો હવે કોલેજમાં આવ્યાં હતાં. તેમના સાથમાં, વર્તનમાં કોઈ ફરક નહોતો પડ્યો. બંનેની સાહજિકતા એવી જ રહેવા પામી હતી અને દિવસો દોડતા રહેતા હતા. દરેક સવાર સોનેરી અને રાત રૂપેરી. આમ પણ કોલેજના દિવસો દરેકની જિંદગીનો અણમોલ સમય બની રહેતો હોય છે. આંખોમાં શમણાં ઊઘડવાની વેળા, ભાવિનાં સપનાં, દિલમાં છલકતી લાગણીઓ, એક થનગનાટ, ઉત્સાહ, કશુંક કરવાની ઝંખના, મનગમતા સાથીદારની જાણ્યેઅજાણ્યે થતી રહેતી તલાશ, દિલમાં પ્રગટતો રેશમી અહેસાસ... આ સઘળાં તત્વો કોલેજજીવનને યાદગાર બનાવે છે.

ક્રમશ:

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks