કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 2 ફેબ્રુઆરી, 2011

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૧૧

Posted by Unknown on 10:51:00 AM
અચાનક ગુંજી ઇતિની ચીસ

કેમ્પફાયર પાસે ઘૂમતી ઇતિ બેલેન્સ ગુમાવતાં સીધી અંગારાની જવાળામાં જઈ પડી, એક ક્ષણે કોઈ સમજી ન શક્યું અને ત્યાં અનિકેતે...

દુષ્યંતના વિરહમાં ભટકતી શકુંતલા આશ્રમનાં વૃક્ષોને, પુષ્પોને, વેલીઓને, હરણનાં બચ્ચાંને એમ દરેકને પૂછતી રહે છે. વિરહિણીની એ અવસ્થાએ ઇતિએ જે સુંદર રીતે વ્યક્ત કરી, દરેક પ્રેક્ષકોની આંખ ભીની બન્યા સિવાય રહી નહિ. તો વિજાણંદના પાત્રમાં ‘શેણી... શેણી’ કરતો વિજાણંદ હેમાળો ગાળવા નીકળે છે ત્યારે તેના અભિનયમાં જાન રેડી અનિકેતે બધાને રડાવ્યે જ છુટકો કર્યો. વિજાણંદની વ્યથા જોઈ ઇતિનાં ડૂસકાં તો શમવાનું નામ નહોતાં લેતાં.

‘અરૂપ. ડાન્સમાં હું શકુંતલા બની હતી અને અનિકેત નાટકમાં વિજાણંદ અને અમારા બંનેના અભિનયે બધાને રડાવ્યા હતા. એક વાર કોઈ કાર્યક્રમની વાત નીકળતા ઉત્સાહમાં આવી જઈ ઇતિએ અરૂપને કહેલું.‘મને તો સારા ઘરની છોકરીઓ આવા કોઈ ફાલતુ પ્રોગ્રામમાં ભાગ લે તે જ ન ગમે.’‘પણ અરૂપ, એ કંઈ આલતુફાલતુ પ્રોગ્રામ નહોતો. અમારી કોલેજનો વાર્ષિક કાર્યક્રમ હતો અને અનિકેતે વિજાણંદના પાત્રમાં જાન રેડી દીધો હતો.’

‘મને તો એવા નાટકિયા માણસો...’ વાક્ય પૂરું કરતાં પહેલા અરૂપથી ઇતિ સામે જોવાઈ ગયું અને પછી ઇતિની આંખો સામે જોઈને કે પછી ગમેતેમ તેણે એ વાક્ય પૂરું ન કર્યું અને ઇતિ પણ પછી કશું ન બોલી, પરંતુ તે દિવસે કરેલા વિરહનો અભિનય હવે વાસ્તવિક જીવનમાં પણ તેનો અનુભવ સાચ્ચે જ કરાવવા કાળદેવતા જાણે તૈયાર થયા હતા કે શું? સમય જેવો કઠોર કે સમય જેવો મૃદુ પણ અન્ય કોઈ હોઈ શકે? ઇતિ, અનિકેતના જીવનમાં વિધાત્રીએ એવી કોઈ ક્ષણ લખી હતી કે શું?

એકત્રીસમી ડિસેમ્બરની રાત્રે સૌ કોઈ વિદાય લેતા વરસને આવજો અને આવનાર વરસને આવકારવાની ઉજવણીમાં પોતપોતાની આગવી રીતે વ્યસ્ત હતા. ઇતિ અને અનિકેતની કોલેજના કેમ્પસમાં પણ યૌવન હિલ્લોળે ચઢયું હતું. વાતાવરણમાં ઠંડીની ચમક હતી, પરંતુ કેમ્પફાયરની ઉષ્મા તેને રંગીન બનાવતી હતી.

સાંજથી શરૂ થયેલા વિવિધ પ્રોગ્રામો છેલ્લા તબક્કામાં પ્રવેશ્યા હતા. ખાણીપીણીની જયાફતો જામી હતી. સાંજે અંતાક્ષરીની રમઝટમાં આજે ઇતિ ખીલી ઊઠી હતી.‘કહીં દૂર જબ દિન ઢલ જાયે...’ ઢળતા સૂર્યની સાક્ષીએ ગવાયેલા આ ગીતે ઇતિના ચહેરા પર એક આભા પ્રગટાવી હતી, જેનો ઉજાસ અનિકેતની આંખોમાં પ્રગટ્યો હતો.

સુમધુર ગીતોની રમઝટ હમણાં જ પૂરી થઈ હતી. બધાને પ્રતીક્ષા હતી ઘડિયાળમાં બારના ટકોરાની. પ્રિયજનોને આવકારવા, અભિનન્દવા સૌ જાણે અધીર બન્યા હતા. અચાનક ઇતિની એક ચીસ વાતાવરણમાં ગૂંજી ઊઠી. કેમ્પફાયરની આસપાસ ઘૂમતી ઇતિ અચાનક બેલેન્સ ગુમાવતા સીધી અંગારાની જવાળામાં જઈ પડી. એક ક્ષણ તો કોઈ કશું સમજી ન શક્યું. ત્યાં અનિકેતે એક છલાંગ લગાવી, સીધો અંગારામાં અને બીજી જ ક્ષણે ઇતિને ઉપાડી બહાર. ઇતિ તો ભય અને પીડાથી બેહોશ થઈ ગઈ હતી.

અનિકેત પોતે પણ દાઝયો હતો, પણ ક્યાં, કેટલું તેનું તો અત્યારે તેને ક્યાં ભાન હતું? વાતાવરણની પ્રસન્નતા એક પળમાં ગમગીનીમાં પલટાઈ હતી. સૌ બેબાકળા બની ગયા હતા. એમ્બ્યુલન્સ આવી અને ઇતિ, અનિકેતને લઈને ચાલી ત્યારે ઘડિયાળમાં બરાબર બારના ટકોરા પડતા હતા. નવા વરસની શરૂઆત થઈ ચૂકી હતી. પૂરા પંદર દિવસ ઇતિને હોસ્પિટલમાં રહેવું પડ્યું. ઇતિનાં માતાપિતા ઇશ્ચરનો આભાર માની રહ્યા.

એક ઘાત ગઈ સમજીને અને ઘાત અનિકેતને લીધે ટળી શકી હતી તેથી તેનો આભાર માન્યા સિવાય કેમ રહેવાય, પરંતુ અનિકેતને એવી કોઈ જરૂર ક્યાં હતી? હોસ્પિટલમાં ઇતિનો ચાર્જ સ્વાભાવિક રીતે જ અનિકેતે લઈ લીધો હતો. અનિકેતને પણ થોડા દિવસ ડ્રેસિંગ કરાવવું પડ્યું હતું. અનિકેત ઇતિને જોક કહેતો રહેતો. સરદારજીના જોક સાંભળવા ઇતિને ખૂબ ગમતા અને અનિકેત પાસે તેનો ક્યાં તૂટો હતો? ડ્રેિંસગની અસહ્ય પીડા અનિકેતના જોકમાં થોડી વાર વીસરાઈ જતી.

‘અનિ તને જરાય બીક ન લાગી? આગમાં જમ્પ મારતા?’એવો વિચાર કરવા જેટલો, બીક અનુભવવા જેટલો સમય ક્યાં હતો?’‘તો પણ, અનિ તું ક્યાંય વધારે દાÍયો હોત તો?’‘તો તારી સાથે હોસ્પિટલમાં રહીને આપણે બંને આખી હોસ્પિટલ માથે લેત.’ ‘બીજું શું?’અને અનિકેત તરત વાતને બીજે પાટે વાળી દેતો. ‘અને ઇતિ, તેં મને ઓછો હેરાન કર્યો હતો? યાદ છે, હું નાનો હતો અને મને તાવ આવેલ ત્યારે કેવી દાદાગીરી મારી પર તેં કરેલી?’

ક્રમશ:

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks