ઇતિની રંગ વિનાની હોળી
લગ્ન પછી પહેલી હોળીએ મલકતી ઇતિએ અરૂપને ગુલાલ હજુ તો અડાડ્યો જ હતો ત્યાં અરૂપનો રુક્ષ અવાજ સાંભળી તે અટકી
‘એ અત્યારથી ન કહી શકાય. બે દિવસ પછી જોઈશું.’ ઇતિ ગંભીરતાથી બોલી.
‘પણ હવે તો મને સારું છે.’
‘એક વાર કહ્યુંને પછી જોઈશું. હું અને અંકલ ડોક્ટરને પૂછીને પછી કહેશું.’
મોટા માણસની જેમ ઇતિએ જવાબ આપ્યો અને ડોક્ટરને પૂછતાં તેમણે આરામની સલાહ આપી અને તે પણ ઇતિની હાજરીમાં... પછી અનિકેત હલી પણ કેમ શકે? ધુળેટીને દિવસે સવારે અનિકેત ધીમેથી ઊભો થયો. ત્યાં જ ઇતિ આવતી દેખાઈ. તે ઝડપથી પોતાની જગ્યાએ જઈને સૂઈ ગયો, પણ ઇતિએ તેને જોઈ લીધો હતો. અંદર આવીને તેણે પહેલું કામ અનિકેતને ધમકાવવાનું જ કર્યું.
‘ઊભા થવાની ના પાડી હતીને? કેમ ઊભો થયો હતો?’
‘એ તો બે મિનિટ, ખાલી જોતો હતો અને આમ પણ મારે પાણી પીવું હતું.’
‘પાણી અહીં રાખ્યું જ છે. બહાના ન કાઢ. બહાર જવું હતું એમ કહી દેને.’
‘એ તો જોઉં પણ ખરો. તારી દાદાગીરી હવે હું ચલાવવાનો નથી.’
‘બસ હવે ચાલ, ચૂપચાપ સૂઈ જા. અનિ તું તો ડાહ્યો છેને?’
ઇતિ થોડી નરમ પડી. અનિકેત રમવા નથી જઈ શકતો તેનું દુ:ખ તો તેને પણ થતું હતું, પણ શું થાય?
‘ઇતિ તું તારે રમવા જા. હું નહિ નીકળું બસ?’
‘ના, મને તારા વિના રમવા જવું ન ગમે.’ ‘તે તું આજે બિલકુલ રમવા
નહિ જાય?’
‘તને મજા ન હોય તો કેમ જાઉં?’ સ્વાભાવિકતાથી ઇતિએ કહ્યું.
‘ના, ના, ઇતિ, તું જા મને ખબર છે તને પણ રંગથી રમવું કેટલું ગમે છે.’
અનિકેતે ઉદારતા દર્શાવી. ત્યાં તો ઇતિએ હાથમાં અત્યાર સુધી છુપાવી રાખેલ ગુલાલ અનિકેતને કપાળે
ધીમેથી અડાડ્યો.
‘લે તારે હોળી રમવું હતુંને?’
‘એય આ તો ચીટિંગ કહેવાય હોં. મારી પાસે રંગ નથી એટલે તું એકલી મને આમ રંગી દે એ ન ચાલે.’
‘ચાલે, ચાલે બધું ચાલે. કોણે માંદા પડવાનું કહ્યું હતું?’
પણ ત્યાં તો ચાલાક અનિકેતે ઇતિને ખબર ન પડે તેમ ધીમેથી ઇતિએ બાજુમાં મૂકેલ ગુલાલના પડીકામાંથી ગુલાલ હાથમાં લઈ લીધો હતો અને અચાનક ઇતિને આખી ભરી મૂકી.
‘અનિ, મારું ફ્રોક, તારી પાસે ગુલાલ ક્યાંથી આવી ગયો?’
ત્યાં બાજુમાં રાખેલ પડીકા ઉપર તેનું ધ્યાન ગયું અને તે સમજી ગઈ. અનિકેત મોટેથી હસી પડ્યો. કેવી રંગાઈ ગઈ? મને રંગવા આવી હતી. લે લેતી જા અને પછી તો બંનેની મસ્તી થોડી વાર ચાલી. બંને ગુલાલથી આખા લાલ થઈ ગયા હતા. ખિલખિલાટ હસવાનો અવાજ સાંભળી અનિકેતના પપ્પા પણ અંદર આવી ગયા. બંનેને ગુલાલના રંગે રંગાયેલા જોઈ તે પણ હસી પડ્યા. હવે ઇતિ અંકલને થોડી છોડે? તેણે દોડીને અંકલને રંગથી ભરી દીધા. અનિકેત હસી પડ્યો.
‘પપ્પા, ઇતિથી બચવું સહેલું નથી.’
‘આજે તો બચાય
જ નહિને.’
ગુલાલના રંગની એ સુરખિ આ ક્ષણે પણ ઇતિના મોં પર છવાઈ હતી. તેનાથી ઇતિ બેખબર જ રહી, પણ બંધ આંખે તે એકલી એકલી મોટેથી હસી પડી, પણ આમાં બીજા કોઈ ર્દશ્યની ભેળસેળ કેમ થઈ જતી હતી?
‘ઇતિ, આ શું નાના છોકરાની જેમ મસ્તી માંડી છે? છી, મને આવું જરાય ગમે નહિ. રંગથી આવા ગંદા થવું એ કંઈ આપણું કામ છે?’
લગ્ન પછી પહેલી હોળીએ સવારે ઊઠતાંની સાથે જ મલકતી ઇતિએ અરૂપને ગુલાલવાળો હાથ હજુ તો અડાડ્યો જ હતો ત્યાં અરૂપનો રુક્ષ અવાજ સાંભળી તે અટકી ગઈ. છતાં ધીમેથી કહ્યું ખરું, ‘અરૂપ આજે તો હોળી છે તેથી મને થયું કે...’
વચ્ચેથી જ અરૂપે કહ્યું, ‘હા, મને ખબર છે હોળી છે, પરંતુ હવે તું નાની નથી. હવે થોડી મેચ્યોર થતાં શીખ.’
અને ઇતિ મેચ્યોર થઈ ગઈ હતી. તે દિવસ પછી આજ સુધી એક પણ હોળી ઉપર રંગનું નામ સુધ્ધાં ઇતિએ નથી લીધું. ઇતિ અને અનિકેત હવે આઠમા ધોરણમાં આવ્યાં હતાં. ઇતિને ભરતનાટ્યમ્ શીખવાની ખૂબ હોંશ હતી, પરંતુ એક તો ડાન્સિંગ કલાસ તેના ઘરથી ખાસ્સા દૂર અને ઇતિનો સમય સાંજનો. તેથી તેને એકલી કેમ મોકલવી? તેને તેડવા મૂકવા જઈ શકે તેવું ઘરમાં કોઈ હતું નહિ, પણ રામના હનુમાનની જેમ અનિકેત હાજર હતો જને? ઇતિને તેડવા મૂકવાનું કામ સહજ રીતે જ તેના ભાગમાં આવ્યું.
ઇતિનો ડાન્સિંગ કલાસ એક કલાક ચાલે. કલાસની બાજુમાં એક બગીચો હતો. કલાસ ચાલે તેટલી વાર અનિકેત બગીચાની બેંચ પર બેસતો.
ક્રમશ:

0 comments: