અનિકેત ભૂલી ગયો ઇતિને?
ઇતિનાં મમ્મીપપ્પાને પણ આશ્ચર્ય થયું, પણ ડોલરિયા દેશમાં જઈને ભલભલા બદલાઈ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે?
‘ઇતિ તેં શું શું ભર્યું છે, મને તો કંઈ ખબર નથી.’ જે બોલવું હતું તેને માટે શબ્દો ક્યાં હતા?
‘બધું લિસ્ટ બનાવીને અહીં ઉપરના ખાનામાં રાખ્યું છે.’
ફરી પાછું મૌને? હવે શું બોલવાનું? થોડી મૌન ક્ષણો પસાર થઈ. કાળદેવતા બંનેને સ્નેહભરી નજરે જોઇ રહ્યા. કદાચ તે પણ આ પળની મૌન મહેકથી...
‘ઇતિ...’ અને મૌન. ‘અનિ...’ અને મૌન. એક ક્ષણ, એક ક્ષણ અને ઇતિ અનિકેતને વળગી રહી. બંને એકબીજાને આલિંગી રહ્યાં. અનિકેતનો હાથ ઇતિના માથા પર હળવેથી ફરી રહ્યો હતો. દિવ્યતાની આ પરમ ક્ષણમાં ભંગ ન થાય. તેમ ધીમેથી, જરાય અવાજ કર્યા સિવાય કાળદેવતા ત્યાંથી સરકી રહ્યા. સમાધિની આ પરમ ધન્ય ક્ષણમાં ખલેલ પહોંચાડવાનું તેને પણ યોગ્ય નહોતું લાગ્યું. ઇતિ, અનિકેતનો કદાચ.. પહેલો અને છેલ્લો સ્પર્શ... શું હતું એ સ્પર્શમાં?
આ ભાવસમાધિનો ન જાણે ક્યારે ભંગ થાત? કદાચ, પરંતુ ત્યાં અનિકેતની મમ્મીનો નીચેથી અવાજ આવ્યો.
‘અનિ, કેટલી વાર? નીચે આવો છોને?’ ઇતિના ગળામાં ડૂસકું થીજ્યું.
અને બીજે દિવસે સવારે અનિકેતને વળાવી ઇતિ ઘેર આવી ત્યારે શું કરવું તે તેને સમજાતું નહોતું. દૂર દૂર ઊડતા પ્લેનને તે નીરખી રહી, નીરખી રહી, જે તેના અનિને તેનાથી દૂર, સાત સાગર પાર લઈને ઊડી રહ્યું હતું અને ઇતિ બેબસ હતી. બિલકુલ બેબસ.
ઇતિની નજર બારીમાંથી દૂર દેખાતા આસમાન પર પડી, પણ ક્યાંય દૂર સુધી અનિકેતના પ્લેનનું નામોનિશાન નહોતું. તેને બદલે અરૂપની ચમકતી હોન્ડાસિટી ત્યાં જોઈ શકાતી હતી.
અમેરિકા પહોંચ્યા પછી અનિકેતના નિયમિત ફોન આવતા. તેનાં મમ્મીપપ્પા પણ ઇતિ સાથે અને તેનાં મમ્મીપપ્પા સાથે વાતો કરતા રહેતાં. અનિકેતની કોલેજ શરૂ થઈ ગઈ હતી. તેને ભણવા માટે હોસ્ટેલમાં રહેવું પડ્યું હતું. શૈશવથી સતત સાથે રહેલી બે વ્યક્તિ ભૌગોલિક રીતે તો દૂર થઈ હતી, પરંતુ હૈયાને દૂર શું અને નજીક શું? આમ પણ...
‘માઇલ ને માઇલોનું અંતર ખરી પડે.
જ્યાં અંતરનો સેતુ નિરંતર...’
અનિકેત ફોનમાં ઇતિને ત્યાંની વાતો કરતો રહેતો અને ઇતિના પ્રશ્નોનો તો પાર જ ક્યાં હતો?
‘આજે શું બનાવ્યું? શું ખાધું? ક્યાં ગયો? શું કર્યું?’ ઇતિ અહેવાલ લેતી રહેતી અને અનિ હોંશે હોંશે આપતો રહેતો. ક્યારેક અનિકેતે કંઈ બનાવ્યું ન હોય. ‘સમય નથી મળ્યો.’ એવું અનિકેત કહે ત્યારે ઇતિ તેને ખખડાવવાનો પોતાનો અધિકાર ભોગવવાનું ન ચૂકતી. ઇતિ બહુ ખીજાય ત્યારે અનિકેત કહેતો, ‘તું અહીં આવીશ ત્યારે જ સમજાશે.’
ઇતિ ત્યાં કેમ આવશે, શા માટે? એવા પ્રશ્નોનો કોઈ અર્થ નહોતો. વણ બોલાયેલી વાતો કેટલું કહી જતી હોય છે. એકાદ વરસ સુધી આ સિલસિલો ચાલતો રહ્યો, પણ પછી..
કાળે ફરી એકવાર કરવટ બદલી હતી ને કાળ કરવટ બદલે ત્યારે... બે વરસની ઉંમરથી અસ્તિત્વ સાથે વણાઈ ગયેલું એક નામ જીવન ક્ષિતજિમાંથી એકદમ અણધારી રીતે કેમ, ક્યાં અર્દશ્ય થઈ ગયું તે સમજાયું નહિ.
અચાનક અનિકેત, તેનાં મમ્મીપપ્પા સૌના ફોન આવતા બંધ થઈ ગયા. ઇતિએ જુદી જુદી ઘણી રીતે, ઘણા દ્વારા પ્રયત્નો કર્યા, પરંતુ દરેક સંપર્કસૂત્ર કપાઈ ગયા. ઇતિ ફોન કરતી તો શરૂઆતમાં વોઇસ મેઇલ પર જતા. પછી તો એ પણ બંધ, મેઇલના પણ કોઈ જવાબ નહિ. અનિકેત ક્યા વિશ્ચમાં અર્દશ્ય થઈ ગયો તે સમજાયું નહિ. ઇતિનાં મમ્મી પપ્પાએ પણ ઘણા પ્રયત્નો કરી જોયા, પરંતુ આ તો કાળની કરવટ હતી. એનો તાગ કોને મળી શકે? મઘમઘ થતું પુષ્પ અચાનક ખરી પડે તેમ સંબંધો અચાનક જાણે ખરી પડ્યા. જોકે પુષ્પ ખરે, તેની સૌરભ ક્યાં ખરવાની હતી? કેટલીક મહેક શરીરને જ નહિ આત્માને, પ્રાણને સ્પર્શી હોય છે, જે ક્યારેક...
ઇતિ સ્તબ્ધ. સાત જનમ બેસીને વિચારે તો પણ એનું કોઈ કારણ તે શોધી શકે તેમ નહોતી. આમ બની જ કેમ શકે? પણ બન્યું હતું એ હકીકત હતી અને ઇતિને કોઈ ફરિયાદ વિના હકીકતનો સ્વીકાર કરવાનો હતો. ઇતિનાં મમ્મીપપ્પાને પણ આશ્ચર્ય થયું, પણ એ ડોલરિયા દેશમાં જઈને ભલભલા બદલાઈ જાય છે તો અનિકેત તેમાંથી બાકાત કેમ રહી શકે? કદાચ કોઈ ધોળી છોકરી ગમી ગઈ હોય અને શરમનો માર્યો અનિકેત કે તેનાં માતાપિતા જણાવી ન શકતા હોય તેથી સંબંધ કાપી નાખ્યા કે પછી... જાતજાતના વિચારો કરતાં રહ્યાં. જોકે એકેય વિચાર મગજમાં બેસતો તો નહોતો જ, પણ હવે તેઓ સંબંધ રાખવા માગતા નથી તે દીવા જેવું સ્પષ્ટ હતું.
ક્રમશ:

0 comments: