અનિકેતની યાદનો ઝબકાર
ઇતિના મનમાં વિચારોની વણથંભી હારમાળા કેમ ચાલુ હતી? ફોન લાગતો નહોતો ને ઇતિને શું કરવું તે સમજાતું નહોતું જ્યાં અંદર તો સઘળું મોજુદ હતું. ફક્ત કિલ્લાની બહાર એકલા કશું જોઈ શકાતું નહોતું. જોવાની જરૂર જ ક્યાં પડતી હતી? ઇતિનો દરેક શબ્દ અરૂપ પ્રેમથી ઝીલતો. ઇતિ વિના તેને થોડી વાર પણ ક્યાં ચાલતું?
ઇતિના મનમાં વિચારોની વણથંભી હારમાળા કેમ ચાલુ હતી? ફોન લાગતો નહોતો ને ઇતિને શું કરવું તે સમજાતું નહોતું જ્યાં અંદર તો સઘળું મોજુદ હતું. ફક્ત કિલ્લાની બહાર એકલા કશું જોઈ શકાતું નહોતું. જોવાની જરૂર જ ક્યાં પડતી હતી? ઇતિનો દરેક શબ્દ અરૂપ પ્રેમથી ઝીલતો. ઇતિ વિના તેને થોડી વાર પણ ક્યાં ચાલતું?
‘ઇતિ, ઇતિ’ કરતા અરૂપ થાકયો નહિ. ઇતિ તેને માટે સર્વસ્વ હતી. ઇતિને ખુશ રાખવા તે સતત મથતો. જોકે તેની દ્રષ્ટિ અને દુનિયા અલગ હતી. ઇતિની દ્રષ્ટિથી તે ક્યારેય જોઈ ન શકતો, તે વાત અલગ હતી, પરંતુ હવે ઇતિની દ્રષ્ટિ કે દુનિયા પણ અલગ ક્યાં રહી હતી? અરૂપ જેટલું તેને બતાવવા ઇચ્છતો તેટલું જ તે જોતી અને ઇતિના વધુ પડતા સરળ સ્વભાવને લીધે ઇતિને કોઈ ફરિયાદ નહોતી. કોઈ અભાવ નહિ, બસ જીવન જીવાતુું જતું ગતું, કોઈ અવરોધ વિના.
અરૂપ ઓફિસે જાય ત્યારે ઇતિને કંટાળો આવતો. તે એકલી એકલી શું કરે? કામ કરવા માટે ચોવીસ કલાકના કામવાળા ઘરમાં હતા. ઇતિને થયું પોતે નોકરી કરે. થોડી બહાર નીકળે, તો મજા આવે. તેણે અરૂપને વાત કરી જોઈ, અરૂપ તો જાણે કોઈ જોક સાંભળતો હોય તેમ ખડખડાટ હસવા લાગ્યો, ‘નોકરી?’ મારી ઇતિરાણી નોકરી કરે? અરે, તારે નોકરી કરવી પડે તો તો મારે ડૂબી મરવું જોઈએ.’
‘ના, અરૂપ, એમ નહિ, પણ તું નથી હોતો ત્યારે આખો દિવસ ઘરમાં
બોર થવાય છે.’
‘અરે, ટીવી જો, છાપાં, મેગેઝિન્સ વાંચ. ઘરમાં તારી બહેનપણીઓને બોલાવ, કોઈ ક્લબમાં જવું હોય તો જા. મારી ઇતિરાણી જલસા કરે એ જ
મને ગમે.’
‘પણ.’
‘ઇતિ, મારે માટે તું એટલું ન કરી શકે?’
અરૂપનું આ હંમેશનું ધ્રૂવ વાક્ય. ઇતિને ક્યારેય કોઈ વાત ન ગમે તો પણ અરૂપનું આ વાક્ય અને ઇતિ બધું ભૂલી અરૂપમય, તેના વિચારોમય બની રહે.
ઇતિને થયું પોતે ડાન્સ કલાસ ચાલુ કરે. એ બહાને પોતાને પણ થોડી પ્રેક્ટિસ રહે અને પોતાનું મનગમતું કામ કર્યાનો આનંદ અને સંતોષ પણ મળે, પરંતુ ડાન્સનું નામ તો અરૂપની કોર્ટમાં દાખલ થતાની સાથે જ રિજેક્ટ થઈ ગયું. ઇતિ, મને મારી પત્ની ડાન્સ કરે એ જરાય ન ગમે. નાચવું એ કંઈ આપણા જેવા લોકોનું કામ છે? અને ઇતિ અરૂપ માટે એટલું તો કરી જ શકેને?
જીવન ચાલતું રહ્યું. અરૂપની રીતે જીવન જીવાતું ગયું. કોઈ ખાસ ફરિયાદ સિવાય...
હા, વચ્ચે વચ્ચે મનોઆકાશમાં અનિનો, અનિની યાદનો એક ઝબકાર જરૂર ઊઠતો, પરંતુ બહાર ક્યારેય ડોકાતો સુધ્ધાં નહિ, જીવન એટલે ક્લબ, પાર્ટી, પિકચર, પિકનિક, ઇતિ
અને અરૂપ...
ઇતિને પિયર નિરાંતે રોકાવાની ક્યારેક ઇચ્છા થાય, પરંતુ અરૂપને ઇતિ વિના ગમે જ નહિ, તે પણ ઇતિ સાથે તેને ઘેર જાય અને બે દિવસમાં ઇતિને લઈને પાછો, ઇતિનાં માતાપિતા જમાઈનો સ્નેહ જોઈ ખુશખુશાલ હતા. સૌ ખુશ હતા. ક્યાંય કશો પ્રશ્ન જ ક્યાં હતો? ઇતિનું જીવન તો સાવ પ્રશ્નો વિનાનું, સીધાસપાટ મેદાનમાં વહેતી નદી જેવું. એક જ લક્ષ્ય, આડેઅવળે કશે નજર નાખ્યા સિવાય સાગરમાં ભળવાનું, ઓગળી જવાનું પોતાની મીઠાશ સુધ્ધાં મિટાવી દેવાનું, ભૂલી જવાનું, પૂર્ણ સમર્પણ.
ઇતિને બાળકની તીવ્ર ઝંખના હતી, પરંતુ પોતાની એ ઝંખનાને પણ અરૂપની અનિચ્છા જોઈ તેણે વિસારી દીધી હતી કે પછી વિસરી જવાનો છેતરામણો પ્રયત્ન કર્યો હતો. ક્યારેક કામવાળી બેનના નાના છોકરાને રમાડી લેતી હતી. બહાર જાય ત્યારે તેના માટે ઇતિ કશુંક ચોક્કસ લાવે. જોકે કામવાળા સાથે ઇતિ આમ આટલી ભળી જાય એ અરૂપને ગમતી વાત નહોતી જ, પરંતુ એવી કોઈ વાતમાં અરૂપ કશું બોલતો નહિ. ઇતિ ખુશ થાય છેને? ઇતિને ખુશ રાખવા મથતો અરૂપ, ઇતિની ખુશી શેમાં છે તે વિસરી જતો, ખુશ થવાની દરેકની રીત અલગ જ હોય છેને? દરેકની દ્રષ્ટિ અલગ અને દરેકની ખુશી પણ અલગ. એ સત્યથી અરૂપ અજાણ હતો? કે પછી અણગમતા સત્યથી તે દૂર ભાગતો રહેતો? ખુશીની જરૂરિયાત પણ બધાની અલગ જ હોવાનીને?
આજે ઇતિના મનમાં વિચારોની વણથંભી હારમાળા કેમ ચાલુ હતી? હકીકતે ફોન લાગતો નહોતો અને ઇતિ એક અંજપાથી આમતેમ ફરતી હતી. શું કરવું તે સમજાતું નહોતું. ક્યારેય ન આવેલા વિચારો આજે મનમાં કેમ પડઘાતા હતા? ‘અનિકેત.’ આ એક શબ્દના ઉચ્ચારથી તેની અંદર આ કર્યું પૂર ઊમટયું હતું?
ક્રમશ:
2 comments:
very nice site keep it up :)
hi friend i am Glad to know that you find out this Website helpful and i am also happy because I got First Comment on my website after all my hard work are invested in this website :) i feel much more great if i am able to know your name ? have Great day