કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 13 એપ્રિલ, 2011

Motivational lessons -3

Posted by Unknown on 3:28:00 PM
પરંતુ દામોદર જ્યારથી દસમા ધોરણમાં આવ્યો છે ત્યારથી પચીસ રૂપિયાનું એક સફરજન મળે છે છતાં એને દરરોજ એક સફરજન ખવડાવાય છે.

અંબાલાલનો કુલ પાંચ સભ્યોનો પરિવાર છે. પિતા ભીખાલાલ, માતા મરઘાબહેન, પત્ની મોંઘીગૌરી અને દીકરો દામોદર. દામોદરમાં દાદાની ભક્તિ અને દાદીની હિંમત આવી છે. દાદા સાવ નાસ્તિક અને દાદી સાવ ડરપોક છે. દામોદરમાં બાપની બુદ્ધિ અને માતાનું શરીર આવ્યાં છે પરિણામે બન્ને જાડા જોવા મળે છે. ભીખાલાલ એંસી વરસના આળેગાળે પહોંચી ગયા છે. પગાર ખાધો એના કરતાં વધુ વરસથી પેન્શન ખાય છે. અમિતાભને રેખા કરતાં વધુ ચાહે છે. ભીખાલાલ પોતે કરોડપતિ થઇ શક્યા નથી, પરંતુ કૌન બનેગા કરોડપતિનો એક પણ એપિસોડ જોવાનું ચૂક્યા નથી.

દાદી મરઘામા ડરપોક અને શ્રદ્ધાળુ. નાની અમથી વાતમાં દીવાની માનતા રાખે, નકટીવાવની મેલડી સુધી ચાલીને જવાની બાધા રાખે. એમની એકાદ બાધા તો કાયમ બાકી હોય. પૌત્ર દામોદર એસ.એસ.સી.માં પહેલા ધડાકે પાસ થઇ જાય તો ચાલીને જવાની, દીવાની અને આખું વરસ ભાત નહીં ખાવાની માનતા માની છે. મરઘામા મોરારિબાપુના વરસો જુના શ્રોતા. જો નજીકમાં કથા હોય તો પ્રત્યક્ષ સાંભળવા જાય નહીંતર ઘરે ટી.વી.માં તો અચૂક સાંભળે.

અંબાલાલ સહકારી બેંકનો પટ્ટાવાળો છે. એની પાસે પોતાની માલિકીનું કોમ્પ્યુટર નથી પણ બિલ ગેટ્સનો ચાહક છે. અંબાલાલને એમ છે કે બિલભાઇને બારીઓનો વેપાર છે, એટલે તો ઘણીવાર મજાક કરે છે કે એમની અટક ગેટ અને વેપાર વિન્ડોનો કરે છે. દામોદર સચિન તેંડુલકરનો દીવાનો છે. હમણાં એના દાદા સાથે બજારમાં ગયો હતો. એના પ્રિન્સપલને સામેથી આવતા જોઇને દાદાને રિક્ષા પાછળ સંતાડી દીધા, કારણ કે ભારત-આફ્રિકાની મેચ વખતે દાદા ગુજરી ગયા છે એવું બહાનું કાઢીને નિશાળે ગયો ન હતો.

જ્યારથી દામોદરનું દસમું ચાલુ થયું છે ત્યારથી આખા પરિવારને વસમું લાગી રહ્યું છે. દાદા ભીખાલાલે બીમારી સિવાય ક્યારેય ફ્રૂટ ખાધું નથી. પિતા અંબાલાલે ઉધાર મળે તો કેરી નહીંતર કેળાથી મન મનાવી લીધું છે, પરંતુ દામોદર જ્યારથી દસમા ધોરણમાં આવ્યો છે ત્યારથી પચીસ રૂપિયાનું એક સફરજન મળે છે છતાં એને દરરોજ એક સફરજન ખવડાવાય છે.

મરઘામાડીને એંદલામાં મોરારિબાપુને રૂબરૂ સાંભળવા હતા પણ ભારે શરીરની પુત્રવધૂ મોંઘીએ સ્પષ્ટ કહી દીધું કે દામોદરની દસમાની પરીક્ષા છે. મારે અને તમારા દીકરાને દરરોજ અગિયારથી બે પરીક્ષાકેન્દ્ર સામે બેસવાનું છે એટલે તમે ટી.વી.માં કથા સાંભળજો. એકવાર દામોદરના મંથલી રિપોર્ટમાં લખાઇને આવ્યું કે તમારો દીકરો છોકરીઓ સાથે વધુ પડતી વાતો કરે છે, ત્યારે મોંઘીભાભીએ તરત જ નિશાળે ફોન કરીને કહ્યું હતું કે તમારું નિદાન સાચું છે. જો ઉપચાર હોય તો જણાવો કારણ કે મારા સાસરે આ રોગ વંશપરંપરાગત છે. મોંઘીભાભી માટે કોકીલાબહેન અંબાણી આદર્શ છે.

આ પાંચે પાત્રોના આદર્શ નિષ્ફળતામાંથી સફળ થયા છે. અમિતાભ આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ, મોરારિબાપુ એસ.એસ.સી.માં ત્રણ વખત નાપાસ, સચિન તેંડુલકર નાપાસ, બિલ ગેટ્સ ક્યારેય યુનિવર્સિટીમાં ટોપટેનમાં આવ્યા નથી, પરંતુ એમની કંપનીમાં વિશ્વની દરેક યુનિવર્સિટીના ટોપ રેન્કર નોકરી કરે છે અને ધીરુભાઇ પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ ભરતાં હતા તે સૌને ખબર છે. અંબાલાલ ભીખાલાલ એન્ડ કાં. ભલે ગમે તેટલું મથે પણ દામોદર દાંડી મારવાનો જ છે કારણ કે એના જન્માક્ષરમાં મહાન થવાનું લખેલું છે. 

Source: Vyang Vishwa, Jagdish Trivedi

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks