કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 13 એપ્રિલ, 2011

Motivational lessons -1

Posted by Unknown on 3:14:00 PM
“ I hold it true, whate’er befall;
I feel it, when I sorrow most;
‘Tis better to have loved and lost
Than never to have loved at all.”
- આલ્ફ્રેડ ટેનિસન
ધંધામાં પડકારો ઝીલવાનું જોખમ ઊભું જ હોય છે. આબરૃ, પૈસો કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય પણ રહે છે. જોખમ ઉઠાવનારને ક્યારેક નિષ્ફળતા પણ મળે, પરંતુ કંપનીની પ્રગતિના પંથ પરથી કંટક દૂર કરવાનો એ એકમાત્ર રસ્તો છે
જોખમ ક્યાં નથી? રસ્તો ક્રોસ કરો, સવારની ખીચોખીચ લોકલ ટ્રેન પકડો કે નવો ધંધો શરૃ કરો! જીવનમાં ચારેબાજુ જોખમ જ જોખમ છે.
અહીં કાચા - પોચાનું કામ નથી. હું તો અજ્ઞાનને મોટામાં મોટું જોખમ માનું છું. અનુભવના અભાવ અને અજ્ઞાન વચ્ચેના શૂન્યાવકાશને ‘જોખમ’ કહી શકાય. મોટે ભાગે આપણી સુખચૈન - આરામભરી જિંદગીમાં બાધા આવવાના ભયથી આપણે જોખમથી દૂર જ ભાગીએ છીએ. ભય તમને નીચે ધકેલે છે અને હિંમત તમને ઊંચે ઉઠાવે છે. તેથી જ, તમારે તમારી પાયરીમાં આગળ વધવું હોય તો જોખમ લેતાં શીખવું જ પડશે. મને કીડીઓએ જોખમ લેવાની પ્રેરણા આપી છે.
આપણે નરી આંખે દૂરથી કીડીને જોઈ પણ શકતા નથી. રવિવાર હતો. હું મારા ઘરના વરંડામાં શાંતિથી બેઠો બેઠો કોફીની ચૂસકીઓ લઈ રહ્યો હતો. ત્યાં હું શું જોઉં છું?! કીડીઓનું એક દળ એક જગ્યાએથી બીજી જગ્યાએ દોડતું જઈ રહ્યું હતું! મને થયું, જોવા તો દે, આ લશ્કર ક્યાં ઊપડયું?! હું ચૂપચાપ તેમની ગતિવિધિ નિહાળી રહ્યો. થોડી જ વારમાં મેં જોયું કે એક આખો શુગરક્યૂબ કીડીઓ મહામહેનતે ઉઠાવીને દોડી રહી હતી. આપણા માટે એ નાના શુગરક્યૂબનું કદાચ મહત્ત્વ ન હોય, પણ કીડીઓની દૃષ્ટિએ? એ ક્યૂબ એક મોટા પર્વતથી કમ ન હતો. તેમની પીઠ પરથી અનેક વાર એ ટુકડો પડી પણ ગયો. કીડીઓએ સામુહિક મહેનતથી તેને ફરી ખભે ચડાવી દીધો. બધી જ કીડીઓનું ધ્યેય નક્કી હતું, એ ખાંડના ટુકડાને ઘરભેગો કરવો, એને માટે ગમે તેટલું જોખમ લેવું પડે!
કીડીઓના દળ સામે હું તાકી જ રહ્યો હતો. હું મનોમન વિચારે ચડયો. આ નાનકડા જીવનમાં આટલી હિંમત અને શક્તિ ક્યાંથી આવતી હશે. એ કીડીઓ પોતાના કુટુંબીજનો માટે આ મહેનત કરતી હશે? સંસ્કૃતમાં ઉક્તિ છે જ ને... ‘બુભુક્ષિતો કિં ન કરોતિ પાપમ?’ ભૂખ્યો શું ન કરે? મરતા ક્યા નહીં કરતા?!
ધંધામાં પડકારો ઝીલવાનું જોખમ ઊભું જ હોય છે. આબરૃ, પૈસો કે પ્રતિષ્ઠા ગુમાવવાનો ભય પણ રહે છે. જોખમ ઉઠાવનારને ક્યારેક નિષ્ફળતા પણ મળે, પરંતુ કંપનીની પ્રગતિના પંથ પરથી કંટક દૂર કરવાનો એ એકમાત્ર રસ્તો છે. તમે સફળ થવા ઈચ્છતા હો તો જોખમ લેવાની તૈયારી, બદલાવાની ખેવના રાખવી પડશે. મેં જેટલી સફળ વ્યક્તિઓના જીવનનો અભ્યાસ કર્યો છે તેમણે આ જ રસ્તો લીધો છે. વિશ્વની જાણીતી બ્રાન્ડઝનું સર્જન પણ જોખમી રસ્તે થયું છે. એક બ્રાન્ડનું નામ ઘેરઘેર ગાજતું થતાં વર્ષોનાં વર્ષો વીતી જાય છે.
તમે કદાચ નહીં જાણતા હો, પણ ૧૮૫૦ની સાલમાં ‘ર્ગ્દંદ્બૈંછ’ કંપની એક કાગળની મિલ તરીકે શરૃ થઈ હતી. આજે તો આપણે તેને વિશ્વવિખ્યાત મોબાઈલ મેન્યુફેક્ચરિંગ કંપની તરીકે ઓળખીએ છીએ, પરંતુ મોબાઈલ ઉપરાંત કેબલ, રબર,પાવર, જંગલપેદાશો તથા ઈલેક્ટ્રોનિક્સમાં પણ આ કંપની ઓળખ ધરાવે છે. જ્યારે ‘નોકિયા’એ મોબાઈલ ફોન બનાવવાના ઉદ્યોગમાં ઝંપલાવ્યું ત્યારે જબરદસ્ત જોખમ ઉઠાવ્યું હતું અને આજે એ જોખમે તેમને ન્યાલ કરી દીધા છે. ફક્ત અગિયાર વર્ષના ટૂંકા ગાળામાં કંપનીએ તેનો પ્રથમ બિલિયન હેન્ડસેટ વેચ્યો. આજે તો ભારત, ચીન સહિતના દૂર - સુદૂરના દેશોમાં ‘નોકિયા’ની ચીજવસ્તુઓની બોલબાલા છે.
જોખમ લેવાની દરેક મનુષ્યની શક્તિ જુદી - જુદી હોય છે. એ શક્તિ વિવિધ પરિબળો પર આધારિત છે.
*    પરિસ્થિતિનું વ્યક્તિગત મૂલ્યાંકન.
*    જોખમ ઉઠાવવાથી ક્યારે અને કેટલું ગુમાવવું પડશે તેની માપણી.
*    જોખમ ઉઠાવવાના ભય આશંકાની માત્રા.

અત્રે હું આપને ‘મુફ્તી’ બ્રાન્ડના ડાયરેક્ટર શ્રી કમલ ખુશલાનીનું ઉદાહરણ આપ્યા વગર રહી શકતો નથી. ડેનિમ અને તેનાં ઉત્પાદનોમાં અગ્રેસર તેવી ‘મુફ્તી’ કંપનીમાં હું છેલ્લાં અગિયાર વર્ષથી સલાહકાર તરીકે કાર્યરત છું. આજે આ કંપની જે સ્થાને પહોંચી છે તેમાં તેના ડાયરેક્ટર શ્રી ખુશલાનીનો ફાળો નાનોસૂનો નથી. શ્રી ખુશલાની એટલે જાણે જોખમનો પર્યાય. તેમની જોખમી યાત્રાની શરૃઆત મુંબઈના ફ્લેટના એક બેડરૃમમાંથી થઈ હતી. ફક્ત એક જ દસકામાં ‘મુફ્તી’ બ્રાન્ડને તેમણે નવા સ્તરે પહોંચાડી તથા અનેક ડેનિમ બ્રાન્ડની માલિકી હાંસિલ કરી. આજે તો ભારતના પ્રથમ અને દ્વિતીય હરોળનાં મોટા ભાગનાં શહેરોમાં તેમની બ્રાન્ડ જાણીતી છે. આ મંદીના સમયે જ્યારે અનેક કંપનીઓ વિસ્તૃતિકરણના પ્લાન્સનું પોટલું વાળી રહી છે ત્યારે શ્રી ખુશલાની તો પ્રગતિના રસ્તે પ્રવાસ કરી જ રહ્યા છે. તેમણે નવા ૭૦ સ્ટોર્સ ખોલ્યા છે. લોકો પાસે નાણાભીડ છે, મંદીનો સમય છે, છતાંય એમણે આ સફળતા શી રીતે મેળવી?
તેમનો તો એક જ જવાબ છે. આજે મંદી છે, તો કાલે તેજી આવશે જ. ભારત એક સુપરવાપર તરીકે ઉભરી રહ્યું છે, ત્યારે ગ્રાહકની નજરમાંથી ફક્ત મંદીને કારણે ખસી જવું યોગ્ય નથી. ધંધામાં ગેરંટી તો હોતી જ નથી. જોખમ લેવાં જ પડે.
અને હા, એક સ્પષ્ટતા કરવી જરૃરી છે. તમારામાં જોખમ ઉઠાવવાની શક્તિ નહીં હોય તો તમને જીવવાની મજા નહીં આવે કે તમે ઉચ્ચ જીવનધોરણ પ્રાપ્ત નહીં કરી શકો તેમ સમજશો નહીં, પરંતુ શ્રેષ્ઠ ધંધાર્થીઓની હરોળમાં બેસવા માટે તમારે જોખમ તો ઉઠાવવાં જ પડશે. તમે જ નક્કી કરો, તમે સામાન્ય બનવા ઇચ્છો છો કે અસામાન્ય? મેં તો ઘણાં વર્ષ પહેલાં જ મારું ધ્યેય નક્કી કરી લીધું હતું. તેથી તો આજે આ પુસ્તક તમારા હાથમાં છે. હવે વારો તમારો છે

{Source : Sandesh.com}

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks