કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

મંગળવાર, 26 જુલાઈ, 2011

હું ફક્ત નિર્ભર તર્ક પર ને જ્ઞાન પર! થોડીક શ્રદ્ધા જોઈએ ભગવાન પર

Posted by Unknown on 8:02:00 PM
બેટી લડકા હોગા. મેષ રાશિ મેં ઉસકા જન્મ હોગા. ઘબરાના નહીં, મૈં અભી સે બોલ દેતા હૂં કિ બચ્ચા ઓપરેશન સે હોગા. અગર મેરી ઇતની બાતેં સહી નિકલે તો અપને બેટે કા નામ રખના અભિષેક. ભગવાન તુમ્હેં ખુશ રકખેં.’

બત્રીસ વરસની દેવકી રસોડામાં કામ કરી રહી હતી, ત્યાં બહારથી અવાજ સંભળાયો, ‘અલખ નિરંજન! માઇ, તેરે દ્વાર પે જોગી આયા હૈ. કુછ...’દેવકી કંઇ બોલે કે કરે એ પહેલાં જ એનાં સસરા બાબુલાલ બબડી ઊઠ્યા, ‘આ બાવાઓએ તો દેશનું સત્યાનાશ કાઢી નાખ્યું છે. કંઇ કામ-બામ કરવાનું નામ ન મળે અને સવાર-સાંજ કોઇના ઘરે જઇને ઊઘરાણી કરવી- ‘મૈયા, કુછ દે દે!’ આવા ભીખમંગાઓને તો...’વિશાળ બંગલો હતો. મોભાદાર ઘરનું શાનદાર બારણું હતું. બાબુલાલ ડ્રોઇંગરૂમમાં બેઠા હતા. એમની પુત્રવધૂ રસોડામાં હતી, પોતાની સાસુમાને જમવાનું પીરસી રહી હતી. રસોડામાંથી પ્રવેશદ્વાર પાસેનું ર્દશ્ય જોઇ શકાતું ન હતું, પણ ‘અલખ નિરંજનની અહાલેક જે દેશમાં હજારો વરસથી ગૂંજતી રહેતી હોય ત્યાં જોવાની જરૂર જ ક્યાં રહે? સાંભળવું એ જ સમજવું બની જાય.

દેવકીએ સાસુને કહ્યું, ‘મમ્મી, બારણે કોઇ સાધુ આવ્યા લાગે છે, લોટ આપું? કે ભોજનની થાળી પીરસું?સાસુમા કાલિન્દીબહેને દીવાલ પરની ઘડિયાળ સામે જોયું, પછી જાતે ઊભા થઇ ગયાં. ભર્યા ભાણેથી અડધાં ભોજને ઊભા થયાં. હાથ ધોઇને જાતે થાળી પીરસવા લાગ્યા વહુએ કામ ખૂંચવવાની કોશિશ કરી તો કાલિન્દીબહેન સાસુ મટીને મા બની ગયાં, ‘રે’વા દે, દેવકી! આવી હાલતમાં તારે બહુ હરફર કરવી એ ઠીક નથી. ભગવાને આટલા વરસે સારો દિવસ દેખાડ્યો છે. લાવ, સાધુને હું જ ભોજન આપી આવું.’ સાસુજી આ વાક્યો એટલા ધીમા અવાજ બોલ્યાં હતાં કે ડ્રોઇંગરૂમમાં બેઠેલા સસરાજીને પણ ન સંભળાય. દેવકીના સારા સમાચાર વિશે હજુ એ દિવસે સવારે જ ગાયનેકોલોજિસ્ટે જાણ કરી હતી. ઘરમાં પુરુષવર્ગને વાત કરવાની હજુ બાકી હતી.

કાલિન્દીબહેને વાનગીઓથી ઊભરાતી થાળી સાધુ સામે ધરી દીધી, ‘બેસો, બાપજી! સામેની દીવાલ પાસે પાટલો ઢાળી દઉં. પેટ ભરીને આરોગજો. જે વાનગી ખૂટે એ...’‘નહીં, માઇ! હમ ભોજન કે વાસ્તે નહીં આયે હૈં.’ સાધુએ જમવાનો ઇન્કાર કરી દઇને કાલિન્દીબહેનને ચોંકાવી દીધા.

‘તો?’‘હમ તો આશીર્વાદ દેને કે લિયે આયે હૈ. તુમ્હારી બહુ કહાં હૈ? ઉસે બોલો કિ વો બાહર આયે.’સોફામાં બેઠેલા બાબુલાલ અકળાયા, ‘અમારી વહુ એમ કંઇ બહાર નહીં આયેગી. વો તો... વો તો ઉપર એનાં બેડરૂમમાં ઊંઘતી હૈ.’સાધુએ લાંબી જટાવાળુ મસ્તક ધુણાવ્યું, ‘ઝૂઠ મત બોલ, બચ્ચા! તેરી પુત્રવધૂ અભી રસોઇઘરમેં પાની પી રહી હૈ.’બાબુલાલ ખળભળી ઊઠ્યા. જે ર્દશ્ય એ પોતે જોઇ શકતા હતા, એ બારણાં પાસેથી જોઇ શકાય તેમ ન હતું. બંગલાની રચના જ એ જાતની હતી આ સાધુ પાસે આંખની જગ્યાએ ‘એક્સ-રે’ મશીન તો નથી ને?બાબુલાલ તો પુરુષ હતા, જો એ ખળભળી ગયા હોય તો પછી કાલિન્દીબહેનનું તો પૂછવું જ શું? તેઓ દોડીને રસોડામાં ગયાં. થાળી મૂકીને અને દેવકીને લઇને પાછા સાધુ સામે હાજર થયાં.

સાધુની આંખોમાં પ્રસન્નતા અંજાઇ ગઇ, ‘બેટી લડકા હોગા. મેષ રાશિ મેં ઉસકા જન્મ હોગા. ઘબરાના નહીં, મૈં અભી સે બોલ દેતા હૂં કિ બચ્ચા ઓપરેશન સે હોગા. અગર મેરી ઇતની બાતેં સહી નિકલે તો અપને બેટે કા નામ રખના અભિષેક. ભગવાન તુમ્હેં ખુશ રકખેં.’

દેવકી સાધુના ચરણોમાં ઝૂકી પડી. સાધુએ એના મસ્તક પર હાથ મૂક્યો અને પીઠ ફેરવી દીધી. સાસુમા ‘અરે, બાપજી! અરે મા’રાજ, દક્ષિણા તો લેતા જાવ!’ એમ કહીને પાછળ દોડ્યાં, પણ સાધુ નીકળી ગયો.

સાસુ-વહુ ઘરમાં પરત ફયાઁ, એમને જોઇને બાબુલાલ મૂછમાં હસ્યા, ‘નૌટંકી! આવા તો કેટલાં ધૂતારાઓ આ દેશમાં ભોળી સ્ત્રીઓને ભરમાવવા માટે નીકળી પડતા હશે? તદ્દન હંબગ! બકવાસ! દેવકી પરણીને આવી એ વાતને આજે નવ નવ વરસ થઇ ગયા. પણ ભગવાને શેર માટીની ખોટ ન પૂરી. હવે તો એની ટ્રીટમેન્ટ પણ પડતી મૂકી દીધી છે ત્યારે આ બાવો કે’છે કે એને....’

‘તમે એને ‘બાવો-બાવો’ કરીને વાત ન કરો. પાપમાં પડશો. તમને શું ખબર પડે? મેં ક્યાંક સાંભળ્યું છે કે જો બરાબર મધ્યાહ્ન સમયે બારના ટકોરે તમારા ઘરનાં આંગણામાં કોઇ સાધુ આવીને ઊભો રહે તો એ સાધુ ન હોય.’‘તો બીજું શું હોય?’‘ભગવાન!’‘લો, કરો વાત! તો આ હમણાં જે ગયો તે બાવો નહીં પણ ભગવાન હતો? અને શું કહી ગયો તારો ભગવાન?’‘એણે ઠીક એ જ કહ્યું જે આજે દસ વાગ્યે ડોક્ટરે કહ્યું હતું, આપણી દેવકી પ્રેગ્નન્ટ છે!’

***

આ ઘટના સુરત શહેરની છે. દેવકીની સાસરીમાં બનેલી વાત. સાતમા મહિને ખોળો ભરીને દેવકી અમદાવાદમાં પપ્પાના ઘરે આવી. એનાં પપ્પા ડૉ.. દેસાઇ મારા ગાઢ મિત્ર. પતપિત્ની દેવકીને લઇને મારી પાસે આવ્યા, ‘શરદભાઇ, દેવકીની ડિલિવરી તમારા નર્સિંગ હોમમાં કરાવવી છે.’

મેં દેવકીને તપાસતાં પહેલાં જ કહી દીધું, ‘દેસાઇ સાહેબ, તમારી દીકરી એ મારી દીકરી. પણ સુવાવડ નોર્મલ રીતે નહીં થાય, સિઝેરિઅન કરવું પડશે. અમારા પ્રસૂતિશાસ્ત્રમાં સિઝેરિઅન માટેના જ વીસ-પચીસ કારણો નોંધાયેલા છે. એમાંનું એક આ પણ છે, મોટી ઉંમરે રહેલી ગભૉવસ્થા. એમાં પણ દેવકીને તો આટલા બધાં વરસ પછી પ્રેગ્નન્સી રહી છે. માટે નોર્મલ ડિલિવરીનું જોખમ ન જ લેવાય.’

મને એમ કે ડૉ.. દેસાઇ મારી વાત સાંભળીને નારાજ થઇ જશે, એને બદલે સ્મિત કર્યું, ‘મને વાંધો નથી, અમને ખબર છે કે દેવકીનું બાળક સિઝેરિઅન વડે જ જન્મ લેશે.’મને કહી દેવાનું મન થઇ ગયું, ‘ધૂળ ખબર છે? તમે કંઇ થોડા ગાયનેકોલોજિસ્ટ છો? અને સાયન્સ સિવાયની બીજી કોઇ આડી-તેડી વાત તો મારી આગળ કરશો જ નહીં. હું ભલે ઈશ્ચરમાં શ્રદ્ધા ધરાવતો હોઉં, પણ મારી ખોપરીમાં દિમાગની જગ્યાએ તબીબી વિજ્ઞાન ભરેલું છે. હું દ્રઢપણે માનું છું કે આ જગતમાં વિજ્ઞાનની વિરુદ્ધનું કશું બનતું જ નથી.’ પણ હું શાંત રહ્યો.

દેવકી નિયમિતપણે ‘ચેકઅપ’ માટે આવતી રહી. અમે એનાં ઓપરેશનની તારીખ છઢ્ઢી ઓગસ્ટની નક્કી કરી નાખી. અચાનક ત્રીજી ઓગસ્ટે ડૉ.. દેસાઇ એને લઇને આવ્યા. દેવકીનાં ચહેરા ઉપર પીડાના ચિહ્નો હતા. મેં તપાસ કરી. ગર્ભસ્થ શિશુના હૃદયના ધબકારા ભયજનક હદે વધેલા હતા. મેં નિર્ણય લઇ લીધો, ‘દેસાઇ સાહેબ, શુકન કે મુહૂર્ત જોવા જેટલો સમય નથી. તાત્કાલિક સિઝર કરવું પડશે.’

બધું અચાનક અને તેજ ગતિમાં બની ગયું. સરસ મજાનું તંદુરસ્ત બાળક જન્મ્યું. સવા ત્રણ કિગ્રા વજન હતું. જ્યારે હું ઓપરેશન થિયેટરમાંથી બહાર આવ્યો, ત્યારે ડૉ.. દેસાઇ પેંડા સાથે હાજર હતા. મને જોઇને બોલી ઊઠ્યા, ‘દોસ્ત, આ બન્યું એ બધું સહજપણે બન્યું છે ને? આજે સવારે આપણામાંથી કોઇનેય ખબર હતી કે આજે ઓપરેશન થશે? આજથી આઠ મહિના પહેલાં એક સાધુને આ વાતની ખબર હતી. દેવકીનું સિઝર થશે, એને દીકરો આવશે અને એ વખતે મેષ રાશિ ચાલતી હશે એ બધું એણે....’

‘હું ન માનું!’ મેં દલીલ કરી, ‘લાવો, પંચાંગ!’ મેં પંચાંગ ખોલ્યું. પછી તરત જ બંધ કરી દીધું. બાળકના જન્મની રાશિ મેષ હતી! મારા મોઢામાં પેંડો હતો અને દેવકીની સોડમાં અભિષેક! મારે સ્વીકારવું પડ્યું, ‘દેસાઇ સાહેબ, ક્યારેક આવું પણ બની શકે. વિજ્ઞાન પાસે બધી વાતોનો જવાબ ન હોય. પેલા પ્રહ્લાદભાઇ ‘માતાજી’ પાંસઠ વરસથી અન્ન-જળ વિના જીવી જ રહ્યા છે ને!’

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks