આજથી પચીસ વર્ષ પહેલાં ગોપી પચીસ વર્ષની હતી. અત્યારે તેઓ ગોપીબહેન છે, પચાસ વર્ષનાં છે અને સુખી છે. જિંદગીનો એક પણ આઘાત હવે એમની સ્વસ્થતાના કિલ્લાની કાંકરી સરખીયે ખેરવી શકે તેમ નથી. કારણ કે પચીસ વર્ષ પહેલાં સંસારનો સૌથી વસમો આઘાત તેઓ સહી ચૂક્યાં છે.
‘ગોપી, તને કંઇ ખબર પડી?’ એ દિવસે ગોપીની મમ્મીએ સવારે અગ્યાર વાગ્યે સમાચાર આપ્યા, ‘આપણી બાજુની ગલીમાં એક મરાઠી ફેમિલીનો જુવાનજોધ દીકરો, ટ્રામ એકિસડન્ટમાં કપાઇ મર્યો.’
ગોપી જમવા બેઠી હતી. કોળિયો હાથમાં જ રહી ગયો, ‘મમ્મી, તને એ મરનારનું નામ જાણવા મળ્યું?’
‘હા, સુશીલ નામ હતું. એના બાપ વિનાયક રાંગણેકર...’ મમ્મી હજુ તો વાક્ય પૂરું કરે એ પહેલાં જ મોટો ધબાકો થયો. ગોપી ચક્કર ખાઇને જમીન ઉપર ઢળી પડી. જુવાન દીકરી કોઇ યુવાનના મોતની ખબર સાંભળીને આમ સાવ અચાનક બેભાન થઇ જાય તો એનાં કારણો ન સમજી શકે એટલી ભોળી આ જગતની એક પણ મમ્મી હોતી નથી. ગોપીના પપ્પા સદભાગ્યે ઘરમાં જ હતા. એમણે ફોન કરીને ડોક્ટરને પોતાના ઘરે બોલાવી લીધા. ડોક્ટરે એ વખતે તો તાત્કાલિક સારવાર આપીને મામલો સાચવી લીધો. પણ સાથે શંકાના સમાધાન માટે કેટલાંક પરીક્ષણો પણ કરાવી લીધાં.
એ સાંજે ફેમિલી ડોક્ટર શિંદેએ ગોપીનાં મમ્મી-પપ્પાને ક્લિનિકમાં બોલાવીને પોતાની ફરજ પૂરી કરી, ‘તુમચી મુલગી ગર્ભવતી આહે! સાહવા મહિના ચાલુ આહે!’
‘હેં? છઠ્ઠો મહિનો? પણ ગોપી તો કુંવારી છે!’ પિતાની રાડ ફાટી ગઇ. ડો. શિંદે હસ્યા, હવામાં બે હાથ ફેલાવ્યા, માથું ધુણાવ્યું અને કમ્પાઉન્ડરને ઉદ્દેશીને બૂમ પાડી, ‘નેકસ્ટ પેશન્ટ, પ્લીઝ!’ મુંબઇમાં વસેલા મઘ્યમવર્ગીય ગુજરાતી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું. માતા-પિતાનો આક્રોશ દીકરી ઉપર ઊતર્યો. દીકરીનું પેટ ખાલી કરવાના પ્રયત્નમાં એમણે ચાર-પાંચ ગાયનેકોલોજિસ્ટના ઉબરાઓ ઘસી નાખ્યા. પણ એક તો કાયદો નડી ગયો, બીજી નડી ગઇ આર્થિક સ્થિતિ.
કંટાળેલા પિતાથી એક નબળી ક્ષણે બોલાઇ ગયું, ‘કોને પૂછીને મોં કાળું કરવા ગઇ હતી? અને ગઇ તો ગઇ, પણ હવે શા માટે ઘરમાં પડી રહી છે?’
એ આખી રાત ગોપીએ આંસુઓના વરસાદમાં ઓશીકું ભીંજવીને પસાર કરી નાખી, પછી વહેલી સવારે મમ્મી ઊઠે એ પહેલાં એ ઘર છોડીને ચાલી નીકળી. એને પોતાનો જીવ વહાલો ન હતો, પળવારમાં પ્રાણ કાઢી આપ્યા હોત, પણ પેટની અંદર એક બીજો જીવ સળવળી રહ્યો હતો એને મારવા એ તૈયાર ન હતી. પોતે જેને અનહદ પ્રેમ કરતી હતી અને જેની સાથે લગ્ન કરવાની હતી, એ સુશીલની એ આખરી નિશાની હતી.
એ વિચારોમાં ખોવાયેલી, મુંબઇની સડકો ઉપર ચાલી રહી હતી ત્યાં એક જુવાન એને જોઇ ગયો, ‘અરે, ગોપી! તું તો મારા દોસ્ત રાંગણેકરની...!’ સહાનુભૂતિના બે છાંટા પામીને ગોપી રડી પડી. જે હતી એ વાત એણે પેલાને પેટછૂટી જણાવી દીધી.
‘અરે, એમાં શી મોટી તકલીફ છે? સુશીલ મારો દોસ્ત હતો. તું એના બાળકની મા બનવાની છે. હું આ વાતમાં તને સાથ આપીશ. મારું ઘર વિરારમાં છે. બહુ નાનો માણસ છું. ઘર પણ મોટું નથી. તને જો વાંધો ન હોય તો મારી સાથે...’
ગોપી પાસે સારા-નરસાનો વિચાર કરવા જેટલો સમય ન હતો. એ અત્યારે પેટથી દુ:ખી પણ હતી અને પેટથી ભૂખી પણ! પાંડુ મરાઠેની સાથે ચાલી નીકળી. અત્યંત સ્વરૂપવાન ગોપી પાખંડી પાંડુના ઉપકારના પહાડ નીચે ચગદાઇ ગઇ. પાંડુના ઝૂંપડા જેવા ઘરમાં એણે સાડા ત્રણ મહિના પછી દીકરીને જન્મ આપ્યો. એક-બે મહિના પછી પાંડુએ પોત પ્રકાશ્યું, ‘આતા માઝયા કડે પૈશે નાહીં. માઝી સઘળી બચત સંપલી. આતા તુલા કમવાવ લાગેલ.’
‘પણ હું કેવી રીતે કમાઉ? મારી પાસે તો ડિગ્રી પણ નથી.’ ગોપી કોલેજના છેલ્લા વર્ષમાં હતી ત્યારે જ અભ્યાસ અધૂરો મૂકીને પપ્પાના નાનકડા બિઝનેસમાં જોડાઇ ગઇ હતી.
‘પદવી નાહીં, પણ શરીર તર આહેં ન!’ પાંડુ એનાં હર્યા-ભર્યા બદન સામે તાકી રહ્યો.
‘હેં?’ એક વાર તો પાંડુના ગાલ ઉપર સણસણતો તમાચો ઝીંકી દેવાનું મન થઇ આવ્યું. પણ ઘોડિયામાં સૂતેલી ઢીંગલી સામે જોયું અને વિચાર બદલાઇ ગયો. એના માટે ફ્રોક લાવવાનું હતું, મિલ્ક પાઉડર લાવવાનો હતો, એને વેક્સિન મુકાવવાની હતી અને એ બીમાર પડે તો..! અને આ તો હજુ આરંભ હતો.
જ્યારે એ વધવા માંડશે ત્યારે ખર્ચવાની રકમ કણને બદલે પહાડ બની જશે, એનું શું? પંદર દિવસ પછી ગોપીએ પાંડુની વાત સ્વીકારી લીધી. શરૂઆતમાં ગ્રાહકો ઘરે આવવા માંડયા. પછી ધીમે ધીમે ગોપીની ખૂબસૂરત જુવાનીની સુગંધ સમાચાર બનીને ફેલાઇ ગઇ. પૈસાદાર નબીરાઓના કાને વાત પહોંચી ગઇ કે પાંડુની ઝૂંપડીમાં નરગિસી ફૂલ ખીલ્યું છે.
હવે ગોપીરાણીને ફાઇવ સ્ટાર હોટલમાં લઇ જવા માટે મર્સિડીઝ અને શેવરોલે જેવી ગાડીઓની કતાર જામવા માંડી. પૈસાનો આષાઢી વરસાદ જામ્યો. પાંડુ એક બાજુએ રહી ગયો. એનું સ્થાન બીજા ખંધા રીઢા દલાલોએ લઇ લીધું. ગોપી હવે પોતાની માલિકીના ફ્લેટમાં રહેતી થઇ ગઇ, ગાડીમાં ફરતી અને કીમતી કપડાં-દાગીનામાં શોભતી બની ગઇ.
ક્યારેક એ ડ્રેસિંગ ટેબલના અરીસા સામે ઊભીને પોતાના ઠસ્સાદાર પ્રતિબિંબને ઉદ્દેશીને બોલી પડતી, ‘ગોપી રે ગોપી! આ બધું હું કોના માટે કરું છું એ તું જાણે છે ને? જે કામ કરવાનો વિચાર હું સપનામાંયે ન કરું એ કામ મારે હકીકતમાં કરવું પડે છે. આ બધું મારી દીકરી માટે કરું છું. મારી ઉપ્પુ માટે! મારે એને ખૂબ ભણાવવી છે. ડોક્ટર બનાવવી છે. જો એ ન હોત તો મેં કયારનોય આપઘાત કરી લીધો હોત.’
ઉપ્પુ એટલે ઉપાસના. ગોપીની દીકરી. ઊઘડતા કમળના ફૂલ જેવી આકર્ષક અને ઘઉના ખેતર ઉપર પથરાતી પાછલી રાતની ઝાકળ જેવી નાજુક. માતાના શર્મનાક ધંધા વિશે બેખબર એ દીકરી રૂપિયાની બૌછાર અને સગવડોના અંબાર હેઠળ ઊછરતી રહી. જેવી એ થોડીક સમજણી થઇ તેવી જ પૂછવા લાગી, ‘મમ્મી, તું નોકરી શા માટે કરે છે? કઇ ઓફિસમાં કરે છે? બાજુવાળા આન્ટી તો અગિયારથી પાંચની જોબ કરે છે, તું કેમ ફોન આવે છે ત્યારે જ કામ ઉપર જાય છે? અને આપણા ઘરે આટલા બધા અંકલોના ફોન શા માટે આવે છે? તારે કોઇ આન્ટી જોડે ફ્રેન્ડશિપ છે જ નહીં?’
જિજ્ઞાસા વધીને પૂછપરછ બની જાય તે પહેલાં ગોપીએ ઉપાસનાને બહારગામની એક પ્રતિષ્ઠિત બોર્ડિંગ સ્કૂલમાં ભણવા માટે મૂકી દીધી. ત્યાંનો ખર્ચ અત્યંત ભારે હતો, પણ ગોપી એને પહોંચી વળે તે કક્ષાએ જઇ પહોંચી હતી. સૌંદર્યના શેરબજારમાં એનો ભાવ તેજીમાં હતો. કોઇને મન આ મૂર્ખતા હોઇ શકે, કોઇને મન પાપ. કોઇ કહેશે કે આ તો નૈતિક પતન ગણાય, કોઇ એને ગણશે ત્યાગ. ગોપીને મન આ યજ્ઞ હતો. પવિત્ર યજ્ઞ જેના સમિધ અપવિત્ર હતા એટલું જ. બાકી મનનો સંકલ્પ કોઇ પણ અગ્નિહોત્રીના સંકલ્પ જેવો જ હતો. મજબૂત, મહાન અને મક્કમ.
જો સંકલ્પ મજબૂત હોય તો સફળતા કેમ ન મળે? ઉપાસનાને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મળી ગયો. હવે એ ઘણું બધું સમજતી થઇ હતી. ગોપીએ હવે સાવધાની રાખવી પડતી હતી. અમદાવાદની મેડિકલ કોલેજમાં ભણતી ઉપાસના જ્યારે વેકેશનમાં ઘરે આવતી ત્યારે ગોપી એકાદ મહિના પૂરતો એનો ‘ધંધો’ બંધ રાખતી. ‘મમ્મી, તું જોબ પર કેમ નથી જાતી?’ યુવાન દીકરી પૂછી બેસતી.
‘મારી દીકરી આવી છે ને એટલા માટે.’ આધેડ મમ્મી હસી દેતી.
‘તારા બોસ સારા માણસ કે’વાય, નહીં મમ્મી? નહીંતર આટલી બધી રજાઓ એકસામટી શા માટે આપે? અને પગાર પણ કેટલો બધો આપતા લાગે છે?’ ઉપાસના ફ્લેટની ચાર દીવાલો વરચે શોભતી સમૃદ્ધિને આંખોમાં ભરીને મમ્મીની આવકનો અંદાજ લગાવતી રહેતી. મમ્મી વાત ટાળી દેતી.
આખરે ઉપાસના ડોક્ટર બની ગઇ. મુંબઇની પ્રખ્યાત હોસ્પિટલમાં એ તાલીમ માટે જોડાઇ ગઇ. હવે ગોપી માટે ખરી કસોટીનો સમય શરૂ થયો. વેકેશન પૂરતું તો એ ધંધામાંથી રજા લઇ લેતી હતી, પણ હવે તો ઉપાસના લાંબો સમય એની સાથે રહેવાની હતી.
ડો. ઉપાસના હવે દૂધ પીતી બરચી ન હતી. એના સવાલોમાં આકરી તીખાશ ભળવા માંડી,
‘મમ્મી, આટલાં બધા ફોન કોના આવે છે? અને જ્યારે કોલ આવે છે ત્યારે જ તું કેમ બહાર જાય છે? તારી નોકરીના કોઇ બાંધેલા કલાકો કેમ નથી? તું એવું શું કામ કરે છે કે અમારા કરતાં પણ તને વધારે પગાર મળે છે? મારે તારી નોકરીનું સ્થળ જોવા આવવું છે. જોઉ તો ખરી કે તારી ઓફિસ કેવી છે!’
ગોપી ગભરાઇ ગઇ. આ એ ક્ષણ હતી જેનો સામનો કરતાં એ વરસોથી છળી મરતી હતી. જો પોતે સત્ય બોલી દે તો ઉપાસનાના માથે આસમાન તૂટી પડે. જો જુઠ્ઠું બોલે તો ગમે ત્યારે, ગમે ત્યાંથી દીકરીના કાને ખરી હકીકત અથડાય અને ઘરમાં નફરતની આંધી ઊમટે! બહુ વિચાર, વિમાસણ અને વલોપાતના અંતે ગોપીએ નિર્ણય લઇ લીધો. ઉપાસના એક રાત્રે નાઇટ ડ્યૂટી માટે હોસ્પિટલમાં ગઇ હતી, ત્યારે ગોપીબહેને ઝેર ખાઇ લીધું. સવારના પાંચ વાગ્યા હતા. ગોપી ફરજ પરથી છૂટીને છેક આઠ-સાડા આઠ વાગ્યે ઘરે આવવાની હતી. મરવા માટે સાડા ત્રણ કલાક પૂરતા હતા.
………
ક્યારેક જોગાનુજોગ પણ ચમત્કાર સર્જી બેસે છે. માત્ર એ જ દિવસ ડો. ઉપાસનાને એના સહયોગી ડોક્ટરે ફરજ પરથી વહેલી મુક્ત કરી દીધી. સાડા છ વાગે એ ઘરે આવી. લેચ-કી વડે તાળું ખોલીને એ ફ્લેટમાં દાખલ થઇ. ડ્રોઇંગરૂમનું દ્રશ્ય જોઇને ફસડાઇ પડી. સોફા ઉપર લાશ જેવી મા હતી, મોઢામાંથી છલકાતાં ફીણ હતાં, ફર્શ ઉપર ખાલી શીશી હતી અને બાજુમાં સ્યુસાઇડલ નોટ પડી હતી.
જેમાં લખ્યું હતું, ‘વહાલી ઉપ્પુ! તું પૂછતી હતી ને કે મારી ઓફિસ ક્યાં છે? દીકરી, આ શહેરની એક એક હોટલના એક એક કમરાને આ સવાલ પૂછ! જવાબ ત્યાંથી મળશે. મારો ભૂતકાળ કલંકિત હતો, તારું ભવિષ્ય ઉજજવળ રહે એ માટે મેં આ પગલું ભર્યું છે. હું જગત છોડી રહી છું, તું આ શહેર છોડી દેજે. તારા માટે અમદાવાદ ઠીક રહેશે. સારો છોકરો શોધીને પરણી જજે! ક્યારેક તારી અભાગણી મમ્મીને યાદ કરી લેજે.’
એક પળ પણ બગાડ્યા વગર ડો. ઉપાસનાએ મમ્મીને હોસ્પિટલ ભેગી કરી. શ્રેષ્ઠ સારવારને લીધે ગોપીબહેન જીવી ગયાં. એ ભાનમાં આવ્યાં ત્યારે દીકરી એમને ભેટી પડી, ‘મમ્મી, આ જગતમાં જેટલાં તીર્થધામો છે તે બધાં તારા વાત્સલ્ય આગળ વામણાં છે. હવે પછી ક્યારેય મરવાનો વિચાર ન કરીશ. હું તને ખૂબ પ્રેમ કરું છું.’‘
(સત્ય ઘટના, ડો. ઉપાસનાએ જાતે આપેલી કથા)(શીર્ષક પંક્તિ : ખલીલ ધનતેજવી)

0 comments: