છોકરી ભીંજાય છે, વરસાદમાં ધાબા ઉપર ને સંગીત સર્જાય છે, વરસાદમાં ધાબા ઉપર કોઈને વરસાદ સામું જોવાની ફુરસદ નથી, સૌ તારામાં જ ન્હાય છે, વરસાદમાં
કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તૂફાન
માં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.
તમામ ઉમર જેને પામવાની
તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.
બે
હાથ વડે ઝીંદગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી
જોવાની પણ મઝા અનેરી હોય છે.
એક વાટ પકડી ને ચાલનારાઓ મંઝીલ જરુર
પામે છે,
કીન્તુ માર્ગ માં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.
દુનીયા
જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બે ના દીલ જીતી ચાલી જવાની પણ
મઝા અનેરી હોય છે ......
મંગળવાર, 12 જુલાઈ, 2011
Related Posts: કવિતાઓ,
ફેસબુક ના ગુજરાતી ગ્રુપો
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
1 comments:
khub saras ....