બેવફાઈની ભીડમાં મને સાથ આપજો,
મન મુંઝાય તે ઘડીએ દિલાસો આપજો
તારા ભરોસે મેં નાવ ઉતારી સાગરમાં
મુસીબતો આવે તો એક હલેસો આપજો
દુનિયાના ઝખમોની મને પરવા નથી
...તમારી પાસે આવું તો સહારો આપજો
વિહના વંટોળમાં હું ઘેરાઈ જાઉં તો
તમારા પ્રેમનો એક
મીનારો આપજો
તારી આંખોમાં સમાતા
હજી વાર લાગશે
હું સમાઈ જાઉં તો મને ઇશારો આપજો
તમારી પાસે ક્યાં
તાજમહેલ માગે છે
મને એક વાર દિલમા ઉતારો આપજો.
0 comments: