કાળા કાળા પાણા ઉપર ચકલાઓના ચાળા મહેલોથી યે ઉંચા ઉંચા મુરઘીઓના માળા બગાસાનાં ખંડેરોમાં ઉભા કરોળિયાના ઝાળા વાહ રે ઉપરવાળા તારા શુન્યોના સરવાળા
We Are Looking for Contributors for this Blog if you have any Your Personal Post or Other Good post and like to contribute You're most welcome Here Kindly Mail me At patel.Nishad007[at]Gmail.com or Comment here with Your Details.
Note:- Now you can share and copy paste all contents of the website Your Support is Highly Appreciated Thank you.

બુધવાર, 2 ફેબ્રુઆરી, 2011

દોસ્ત મને માફ કરીશને? પ્રકરણ-૧૦

Posted by Unknown on 10:51:00 AM
વિદાય લઈ રહેલું વરસ

એક ક્ષણમાં અનિકેતે પાણીમાં જઈ ઝડપથી ઇતિને પકડી લીધી, ઇતિ કશું સમજે તે પહેલા તેને એક લાફો લગાવી દીધો

શૈશવથી શરૂ થયેલો ઇતિ, અનિકેતનો સંગાથ બંને એક જ કોલેજમાં હોવાથી એવો જ લીલોછમ રહ્યો હતો. તે દિવસે કબીરવડના સાંનિધ્યમાં, નર્મદાના કિનારે યુવક-યુવતીઓનો મેળો જામ્યો હતો. પરીક્ષા પછીનો રવિવાર હતો તેથી કેટલી બધી કોલેજોની બસો નર્મદા કિનારે આવી પહોંચી હતી.

કબીરવડ એ આ તરફનું પિકનિક માટેનું સૌથી નજીકનું, વિશાળ અને રિળયામણું સ્થળ હતું. યૌવનના ઉત્સાહ અને રંગીનીથી વાતાવરણ છલકતું હતું. કોઈ નર્મદામાં નહાવાનો લહાવો લેતું હતું, કોઈ વિશાળ વડલાની છત્રછાયામાં આરામ ફરમાવતું હતું, કોઈ અમસ્તાં અમસ્તાં ટહેલતું હતું. કોઈ પક્ષીનો કલરવ માણતું હતું તો કોઈ ઈતિહાસનું શોખીન કબીરવડનો ઈતિહાસ જાણવામાં મશગૂલ હતું. તો અંતાક્ષરીના ચાહકોએ અહીં પણ ગીતોની રમઝટ બોલાવી હતી. ક્યાંક પ્રેમી પંખીડાંને તક મળતાં એકાંત શોધી પારેવાની જેમ તેઓ ઘૂ ઘૂ કરી રહ્યાં હતાં. પસંદ અપની અપની, ખયાલ અપના અપના, ઇતિ અને અનિકેત મૌન બની નર્મદાના પાણીમાં પગ બોળીને ઊભાં હતાં. શબ્દો નહોતાં છતાં વાતો નહોતાં કરતાં તેમ કહી શકાય? અચાનક...

‘ઇતિ જો આ માછલી તારા જેવી જ દેખાય છે ને?’ ‘હું કઈ માછલી છું?’ કૃત્રિમ ગુસ્સાથી માનુની બોલી ઊઠી. ‘ના રે, મેં એમ ક્યાં કહ્યું? તું કંઈ માછલી જેવી થોડી છે? એ તો માછલી તારા જેવી છે.’ ‘અને તું મગરમચ્છ જેવો જા’ કહેતી ઇતિ છણકો કરી અનિકેતને ગુસ્સે કરવાના ઇરાદાથી પાણીમાં આગળ જવા લાગી. બે મિનિટ તો અનિકેત એ ગુસ્સાને માણી મૌન રહ્યો અને પોતે ત્યાં જ ઊભો રહ્યો, પરંતુ આગળ પાણીનો ફોર્સ વધારે હતો. તેથી ગભરાઈને તેણે બૂમ પાડી, ‘ઇતિ, પાછી વળ, ત્યાં પાણી વધારે છે.’ પણ આજે ઇતિ ન જાણે ક્યા મૂડમાં હતી? અનિકેતની બૂમ તેણે સાંભળી તો ખરી, પણ રોકાવાના બદલે, પાછા વળવાના બદલે રીસે ભરાયેલી મહારાણીની માફક આગળ ને આગળ વધતી રહી અને પાછળ ફરીને અનિકેતને અંગૂઠો બતાવતી રહી. અનિકેતનો શ્વાસ થંભી ગયો હતો.

એક ક્ષણ અને તે પાણીમાં દોડ્યો. ઝડપથી ઇતિને પકડી લીધી અને કશું બોલ્યા સિવાય કે ઇતિ કશું સમજે તે પહેલાં ઇતિને એક લાફો લગાવી દીધો. અનિએ તેને માર્યું? તેણે તેની સામે જોયું, પણ અનિકેત તો ભરપૂર ગુસ્સામાં હતો. ઇતિ સામે નજર નાખ્યા સિવાય તે ઇતિનો હોથ ખેંચીને તેને પાણીની બહાર લઈ આવ્યો અને ત્યાં જ કિનારે બેસી પડ્યો. અનિકેતના ચહેરા સામે જોઈ ઇતિ કશું બોલી શકી નહીં.

થોડીવાર બંને મૌન બેસી રહ્યાં. પછી ધીમેથી અનિકેતે પૂછ્યું, ‘બહુ લાગી ગયું?’ ઇતિએ અનિકેત સામે જોયું. ધીરેથી નકારમાં ગરદન હલાવી. બંનેની આંખમાં અસ્ત થતા સૂરજની લાલિમાનું પ્રતિબિંબ ઊભરતું હતું. પવનની મંદ લહેરખી આવીને ધીમે ધીમે ઇતિની વાળની લટને અછડતો સ્પર્શ કરીને ભાગી જતી હતી. જાણે કોઈ સુંદર યુવતીની છેડતી કરી સરી જતી

ન હોય. આ લાલિમા એ ક્ષણે પણ ઇતિના ચહેરા પર ચમકી રહી હતી. આ ક્ષણે પણ અનિકેતનો ગુસ્સાથી લાલઘૂમ થયેલો ચહેરો તેની નજર સમક્ષ તરવરી રહ્યો હતો. તેની બંધ કીકીઓમાં આ કયો પ્રકાશ પથરાતો હતો? ક્યારેક કોઈ કોઈ સંબંધ સંજોગોની દીવાલમાં ચણાઈ ગયેલો લાગતો હોય છતાં દીવાલના પોલાણમાં તેના પડઘા, એનો સળવળાટ ર્દશ્ય કે અર્દશ્ય રીતે હાજર જ રહે છે. એ સંબંધો કાળને પણ અતક્રિમી જતા હોય છે. સમયની સાથે એ ઝાંખા પડવાને બદલે એ દીવાલના અતલ ઊંડાણમાં સચવાઈને પડી રહે છે.

ફિલ્મી રિલ રીવાઇન્ડ થતી રહી. એક પછી એક દરિયાનાં મોજાં ઉછળતાં હતાં કે શું? આ કઈ ભરતી આજે અણધારી, સાવ અણધારી ઇતિના મનોઆકાશમાં ઉછાળા મારતી હતી? દીવાલના પોલાણમાં વર્ષોથી અકબંધ રહેલા પડઘા આજે બહાર આવવા કેમ ઉછાળા મારી રહ્યા હતા? ફિનિકસ પક્ષીની માફક રાખમાંથી આજે વરસો સજીવન થતાં હતાં કે શું?

ઇતિ અને અનિકેતનું કોલેજનું આ છેલ્લું વર્ષ હતું. કોલેજમાં દર વરસની જેમ વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. ઇતિને રાજા દુશ્યંતની પ્રતિક્ષા કરતી શકુંતલાનો ડાન્સ કરવાનો હતો. આમ પણ ભરતનાટ્યમમાં તે કુશળ હતી. તેનું આરંગેત્રમ ક્યારનું પૂરું થઈ ગયું હતું. હવે તે આ ડાન્સની પ્રેક્ટિસમાં વ્યસ્ત હતી અને અનિકેતે એક નાટકમાં ભાગ લીધો હતો. શેણી વિજાણંદની નૃત્યનાટિકામાં અનિકેત વિજાણંદનું પાત્ર કરતો હતો. બંનેની પ્રેક્ટિસ પૂરજોશમાં ચાલી રહી હતી અને અંતે કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો.

ક્રમશ:

Kindly Bookmark and Share it:

0 comments:

|| જય શ્રી કૃષ્ણ ||. મિત્રો અમે તમારા પ્રતિભાવો જાણવા માટે આતુર છીએ તમારા પ્રતિભાવો નીચે આપેલા કોમેન્ટ બોક્ષ મા લાખો.

Gujarati all type of content

Related Posts Plugin for WordPress, Blogger...
 
© 2010 G4Gujarati Template by My Blogger Tricks